ચેક પાછા ફરવાના કેસમાં શિક્ષકને એક વર્ષની કેદ

December 2, 2019 at 4:19 pm


Spread the love

રાજકોટના ઘનશ્યામભાઈ બાલુભાઈ ડોડિયા પાસેથી તેમની સાથે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં આરોપી મલેક સરફરાજમીયા યાસીનમીયા ઠે.મુ.ખાખરાથળ પ્રાથમિક શાળા, તા.થાનગઢ મુળ રહે.મલેકવાડા વિસ્તાર, મુ.બાયડ, તા.બાયડ, જી.અરવંીએ રૂા.80,000 હાથઉછીના લીધેલા અને તે રકમની ફરિયાદીએ ઉઘરાણી કરતાં મલેક સરફરાજમીયા યાસીનમીયાએ રૂા.30,000 તથા રૂા.50,000 તેમ કુલ મળી રૂા.80,000ના બે ચેકો આપ્યા હતા. જે બન્ને ચેકો ફરિયાદીએ વસુલાત માટે રજુ કરતા અપુરતા ભંડોળના કારણે બન્ને ચેકો પરત ફર્યા હતા. જેથી ફરિયાદીએ તેમના વકીલ મારફત રજી.એડી. આરોપીને નોટિસ મોકલાવેલ, તેમ છતાં પણ રકમ ન ચુકવતા ઘનશ્યામભાઈએ 10માં એડી. ચીફ જયુડી.મેજી.ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ સમગ્ર કેસ ચાલી જતાં આરોપી મલેક સરફરાજમીયા યાસીનમીયાને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવવામાં આવેલ અને આરોપી કોર્ટમાં હાજર ન રહેતા આરોપીની ધરપકડ થયેથી એક માસમાં વળતરની રકમ રૂા.80,000 ફરિયાદીને ચુકવી આપવા તેવો આદેશ ફરમાવેલ છે. જો વળતરની રકમ ચુકવવામાં આરોપી નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદની સજા ફરમાવવાનો કોર્ટે હુકમ કરેલ છે.
આ કામમાં ફરિયાદી વતી એડવોકેટ રાજેશ કે.દલ, નિલેશ શેઠ તથા શ્યામલ રાઠોડ રોકાયેલા હતા.