ચેક રિટનૅના કેસમાં આરોપી મહિલાને બે વર્ષની કેદ કરાઇ

August 29, 2018 at 8:18 pm


શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી વાસણ શેરી ખાતે એક જ મકાન એકથી વધુ વ્યકિતને વેચી મારી વિધવા મહિલા સાથે છેતરપીંડી આચરવાના ચકચારભર્યા કેસમાં ચેક રિટનૅના ગુનામાં આરોપી મહિલા ભાવિકા અમિતકુમાર ખલાસને એડિશનલ ચીફ મેટ્રાેપાેલીટન મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીએ બે વર્ષની સજા અને રૂ.દસ હજાર દંડ ફટકારતાે મહત્વનાે ચુકાદો આÃયો છે. ચેક રિટનૅના કેસમાં કોઇ મહિલા આરોપીને બે વર્ષની સજા થઇ હોય તેવો આ હુકમ જવલ્લે જ જોવા મળતાે અને નાેંધનીય ચુકાદો કહી શકાય. કોટેૅ આરોપી મહિલાને મહત્તમ બે વર્ષની સજા ફટકારતાં ચુકાદામાં નાેંધ્યું છે કે, આ માત્ર ચેક રિટનૅનાે જ કેસ નથી પરંતુ સમગ્ર પ્રકરણમાં વિધવા મહિલા સાથે છેતરપીંડી આચરી હોવાનું સ્પષ્ટ જણાય છે. આરોપીએ અન્ય વતી જવાબદારી અદા કરવા આપેલા ચેક રિટનૅ થાય છે. આરોપીના ગુનાને હળવાશથી લઇ શકાય તેમ નથી. આરોપી મહિલાના ધર્મના દિયર રવિ કનુભાઇ પટેલને મદદરૂપ થવા કબૂલાતનામુ કરી ચેક આÃયા હતા અને તે રિટનૅ થયા છે ત્યારે આરોપી મહિલા વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનાે પુરવાર થાય છે ત્યારે આરોપી મહિલાને બે વર્ષની મહત્તમ સજા ફરમાવવી ન્યાયોચિત લેખાશે. આરોપી મહિલા જો દંડની રકમ ના ભરે તાે, વધુ ચાર મહિનાની કેદ ભોગવવા પણ કોટેૅ હુકમમાં તાકીદ કરી હતી. ફરિયાદી વિધવા સુમિત્રાબહેન પટેલ તરફથી આરોપી મહિલા ભાવિકા અમિતકુમાર ખલાસ વિરૂધ્ધ નેગાેશીએબલ ઇન્સ્ટ?મેન્ટ એકટની કલમ-138 હેઠળ દાખલ કરાયેલી ફરિયાદમાં એડવોકેટ નીલેશ બ્રñભટ્ટે મહત્વની દલીલ કરતાં જણાવ્યું હતું કે, શહેરના સરસપુર વિસ્તારમાં વાસણ શેરી ખાતે એક મકાન વેચવાનું હોવાનું ધ્યાનમાં આવતાં વિધવા

સુમિત્રાબહેન પટેલે મકાનમાલિક રવિ કનુભાઇ પટેલનાે સંપર્ક કરી તે વેચાણ રાખ્યું હતું. સુમિત્રાબહેને રૂ.9.90 લાખનું પેમેન્ટ પણ રવિ પટલેને કરી દીધુ હતું. પરંતુ પાછળથી સુમિત્રાબહેનની જાણમાં આવ્યું હતું કે, મકાન માલિકે આ મકાન અન્ય વ્યકિતઆેને વેચી મારી છેતરપીંડી આચરી છે. જેમાં દરજાજી પ્રજાપતિને મકાન વેચી મરાયું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેથી સુમિત્રાબહેને પૈસા પાછા માંગ્યા હતા અને છેતરપીંડી આચરવા મામલે ખુલાસાે માંગ્યો હતાે. જો કે, એ વખતે રવિ પટેલના માનેલા ભાભી ભાવિકા અમિતકુમાર ખલાસે તેના ધર્મના ભાઇ રવિ પટેલ વતી સુમિત્રાબહેનને સમાધાનના ભાગરૂપે રૂ.9.60ના ચેકો કબૂલાતનામા સાથે આÃયા હતા પરંતુ તેમ છતાં સુમિત્રાબહેને આ ચેકો બેંકમાં જમા કરાવતાં તે અપૂરતા ભંડોળના કારણે રિટનૅ થયા હતા. આરોપીઆેએ એકબીજાના મેળવાપીપણમાં ફરિયાદી વિધવા સાથે ગંભીર છેતરપીંડી આચરી છે અને તેને લાચારીભરી પરિસ્થિતિમાં મૂકી દીધા છે.

સમાજમાં આ પ્રકારની છેતરપીંડીના અને ચેક રિટનૅના ગુનાઆે દિન પ્રતિદિન વધી રહ્યાા છે ત્યારે આરોપી મહિલા હોવાછતાં તેને ગુનાને કોટેૅ સહેજપણ હળવાશથી લેવો જોઇએ નહી અને તેણીને કાયદામાં નિ##352;દષ્ટ મહત્તમ સજાની જોગવાઇ મુજબ સજા ફરમાવવી જોઇએ. આ દલીલો ગ્રાહ્યા રાખી એડિશનલ ચીફ મેટ્રાેપાેલીટન મેજિસ્ટ્રેટે આરોપી મહિલા ભાવિકા ખલાસને સબક સમાન બે વર્ષની કેદની સજા અને રૂ.દસ હજારનાે દંડ ફટકારતાે ચુકાદો જાહેર કયોૅ હતાે.

Comments

comments

VOTING POLL