ચેન્નઈ સુપર કિંગ્સની આજે સનરાઈઝર્સ સામેની મેચમાં રાયુડુ પર નજર

April 17, 2019 at 10:39 am


વલ્ર્ડ કપની ટીમમાં પસંદગી પામવાનું ચૂકી જવા પછી અંબાતી રાયુડુ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની બુધવારે અહીં સનરાઈઝર્સ હૈદરાબાદ (એસ. એચ.) સામે રમાનારી મેચમાં સફળતાના પંથે પૂરઝડપથી આગળ વધી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ (સી. એસ. કે.)ની ટીમ વતી વ્યકિતગત મોટો સ્કોર નોંધાવી રાષ્ટ્ર્રના સિલેકટરોનું ફરી ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરશે.

રાયુડુની બાકાતી મહેન્દ્રસિંહ ધોનીની ટીમની સ્પર્ધામાં ભરપૂર સફળતામાં એકમાત્ર નિરાશા બની છે, જે નોક–આઉટ તબક્કામાં પ્રવેશ મેળવવા હવે ફકત એક વિજય દૂર છે. રાષ્ટ્ર્રની ટીમમાં ચોથા ક્રમના બેટધર તરીકે એક સમયે નિિત રહેલા હૈદરાબાદના જમણેરી બેટસમેન રાયુડુએ રાજસ્થાન રોયલ્સ સામે અડધી સદી ફટકારી પોતાનું થોડું ફોર્મ ફરી દાખવ્યું હતું અને વલ્ર્ડ કપમાંથી બાકાતીની નિરાશામાંથી બહાર આવી તે એક લાંબો દાવ રમવા ઉત્સુક હશે.
પોતાની આઠ મેચમાંથી ૧૪ પોઈન્ટ સાથે સુપર કિંગ્સ હાલ મોખરાના સ્થાને છે. યારે કેન વિલિયમસનની ટીમ સનરાઈઝર્સ પરાજયની હેટ–ટિ્રકની નાલેશી સાથે પોઈન્ટ–કોષ્ટ્રકમાં અચાનક નીચે સરકી પડી છે જેમાં દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી મેચમાં તેનો અસાધારણપણે બેટિંગ ધબડકો થયો હતો. મોટી વયના ખેલાડીઓ સાથેની સુપર કિંગ્સની ટીમની તાકાત સનરાઈઝર્સ માટે તેણે અત્યાર સુધીમાં રમેલી મેચોમાં પડતીનું કારણ બની છે અને તે જોની બેસ્ર્ટેાવ તથા ડેવિડ વોર્નરની તેના ઓપનિંગ બેટસમેનોની જોડી નિષ્ફળ જતા તેનો પરાજય થયો છે.

વોર્નરના કુલ ૪૦૦ અને બેસ્ર્ટેાવે નોંધાવેલા ૩૦૪ રન સિવાય, ટીમમાં તે પછીનો મુખ્ય રનકર્તા વિજય શંકર રહ્યો છે જેણે ૧૩૨ રન કર્યા છે. ટીમની મુખ્ય સમસ્યા તેની મધ્યમ ક્રમની બેટિંગ રહી છે જેમાં મનીષ પાંડે (છ મેચમાં ૫૪), દીપક હડા (છ મેચમાં ૪૭) અને યુસુફ પઠાણ (છ મેચમાં ૩૨) બિલકુલ નિષ્ફળ ગયા છે. હકીકતમાં, પઠાણ અત્યાર સુધી તેની ભૂતકાળની પ્રતિાના બળે રમતો રહ્યો છે અને ઘણા લાંબા સમયથી તેણે એકેય વિજયી દાવ રમ્યો નથી.
બીજી તરફ, સુપર કિંગ્સના ખેલાડીઓ વિવિધ પિચ પર અનેક વેળા સારો દેખાવ કરી ટીમની સહાયે આવ્યા છે તથા કેપ્ટન ધોનીની ઘણીખરી વ્યૂહરચના સફળ બની છે. પીઢ હરભજને ચેપોકની ધીમી પિચ પર કે મિચેલ સેન્ટનરે હરીફ ટીમોના કેન્દ્ર પરની મેચોમાં કરકસરભરી બોલિંગ કરી ટીમની સફળતામાં સારો ફાળો આપ્યો છે. સુપર કિંગ્સની ટીમનો આ વેળાની સ્પર્ધાનો મુખ્ય સિતારો દક્ષિણ આફ્રિકાનો ૪૦ વર્ષનો આયાતી ખેલાડી ઈમરાન તાહીર બન્યો છે જેણે અત્યાર સુધીમાં કુલ ૧૩ વિકેટ ઝડપી તેના સુકાનીની યોજનાને સફળ બનાવવામાં ભાગ ભજવ્યો છે.મેચની શઆત: રાતે ૮ વાગ્યે

Comments

comments