ચૈત્રી નવરાત્રીના પ્રારંભે અંબાજીમાં ભકતોનું ઘોડાપૂર

April 6, 2019 at 10:48 am


આજે નવરાત્રીના પ્રથમ દિવસે માતાજી સૈલપુત્રી સ્વપે પુજાય છે. અંબાજી મંદિરમાં પણ પ્રથમ દિવસે મંગળા આરતી કર્યાના પ્રારંભે આજે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભકતો દર્શનાર્થે ઉમટી પડા છે.
આ શકિતનાં પર્વ સમાન ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારભં થઇ રહ્યો છે. ત્યારે ૫૧ શકિતપીઠમાંના એક શકિતપીઠ અંબાજી ધામમાં માતા પાર્વતીનું હૃદયનો ભાગ પડો હોવાથી અંબાજી શકિતપીઠ તરીકે મનાય છે. ત્યારે ચૈત્રી નવરાત્રીનાં પ્રારંભે આજે વહેલી સવારે મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં માઇ ભકતો દર્શનાર્થે ઉમટી પડાં છે.
આજે નવરાત્રીનાં પ્રથમ દિવસે માતાજી સૈલપુત્રી સ્વપે પુજાય છે. અંબાજી મંદિરમાં પણ પ્રથમ દિવસે મંગળા આરતી કર્યા બાદ ઘટસ્થાપના કરવામાં આવતી હોય છે. આમ તો અંબાજી મંદિરમાં નવરાત્રી પ્રારંભે મંગળા આરતીનો વિશેષ મહત્વ હોવાથી આરતીમાં શ્રદ્ધાળુંઓનો ઘોડાપુર ઉમટી પડે છે.
આમ તો વર્ષ દરમિયાન બે નવરાત્રી આવતી હોય છે. જેમાં એક આશોની નવરાત્રી જે સારદીય નવરાત્રી તરીકે મનાય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રીએ વાસંતીક નવરાત્રી તરીકે મનાવવામાં આવે છે. આજથી સવતં વર્ષની નવા વર્ષમાં પ્રવેશ કરતો હોવાથી હિન્દુ ધર્મમાં આજનાં દિવસે નવાવર્ષનાં પ્રારભં તરીકે પણ માનવામાં આવે છે અને આજથી સવંતના નવા વર્ષની શઆત પણ થાય છે

Comments

comments

VOTING POLL