ચોટીલાના જીવાપર અને બામણબોરના જમીન કૌભાંડમાં વધુ બે નાયબ મામલતદારોની ધરપકડ

April 15, 2019 at 11:32 am


ચોટીલાના જીવાપર અને બામણબોરની કરોડો રૂપિયાની કિંમતી જમીન કૌભાંડમાં એસીબીએ અગાઉ એડીશ્નલ કલેકટર ચંદ્રકાંત પંડયા, મામલતદાર જે.એલ.ધાળવી, નિવૃત્ત મામલતદાર એમ.સી.રાઠોડ અને રાજેશ ખાચર સહિત ચાર આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ બે નાયબ મામલતદારોની ધરપકડ કરી રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ચોટીલાના જીવાપર અને બામણબોરના જમીન કૌભાંડમાં એસીબીએ નાયબ મામલતદાર દીપક મહમદઅલી પંજવાણી અને વાસ્કુ ટપુ ખાચરની ધરપકડ કરી આકરી પુછપરછ હાથ ધરી હતી. દીપક સુરેન્દ્રનગરમાં રહેતો હોવાનું અને વાસ્કુ ચોટીલામાં રહેતો હોય અને બન્ને ચોટીલા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર હોવાનું અને હાલ મુળી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર હોય અગાઉ કલેકટર વતી પોતાની સહી કરી કૌભાંડ આચયુ હોવાનું બહાર આવતા પોલીસે વધુ પુછપરછ માટે રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL