ચોટીલાના ધોકડવા ગામે કોળી મહિલાનો ઝેરી દવા પી આપઘાત

April 20, 2019 at 10:52 am


ચોટીલાના ધોકડવા ગામે કોળી મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવના પગલે ચોટીલા પોલીસે મહિલાના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ધોકડવા ગામે રહેતી વિજુબેન મનસુખભાઈ ગાંડા ઉ.વ.૩૫ નામની કોળી મહિલા ગઈકાલે સાંજે તેના ઘેર હતી તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં તેને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના જમાદાર થોભણભાઈ સહિતના સ્ટાફે પ્રાથમીક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમીક તપાસમાં વિજુબેનને સંતાનમાં એક પુત્ર એક પુત્રી હોવાનું અને પતિ મનસુખભાઈ ખેતીકામ કરતા હોવાનું પરિવારજનોએ જણાવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી

Comments

comments