ચોટીલાના બામણબોર-જીવાપર ગામની સરકારી જમીનના કૌભાંડમાં એસીબી ટીમનું સર્ચ આેપરેશન

February 11, 2019 at 12:23 pm


સુરેન્દ્રનગર જીલ્લાનાં ચોટીલા તાલુકાના બામણબોર અને જીવા5ર ગામની સરકારી ખરાબાની અંદાજે. 800 એકર જમીન જે આંતરરાષ્ટ્રીય હવાઇ મથક બનાર છે તેની આજુબાજુની ચોટીલાના તત્કાલિન ઇન્ચાર્જ મામલતદાર તથા પૂર્વ પ્રાંતઅધિકારી, પૂર્વઅધિક કલેકટર સહીતનાઆેએ સરકારી રેકર્ડ સાથે ચેડા કર્યાની આશંકાના 5ગલે આ પ્રકરણે રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલો ગુજરાત સરકાર, મહેસુલ વિભાગ તથા સુપ્રિમકોર્ટમાં પહોચ્યા બાદ આ બનાવ અંગે તપાસના આદેશો છુટયા બાદ ત્રણ અધિકારીઆેને સસ્પેન્ડ કર્યા બાદ સમગ્ર ઘટનાક્રમની તપાસ એસીબીને કરવાના આદેશો બાદ ગઇકાલે સાંજના સુમારે શિયાળાની કડકડતી ઠંડીમાં સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે રાજકોટ, સુરેન્દ્રનગર સહીતની એસીબીની ટીમેઆે સર્ચ આેપરેશન હાથ ધરતા ભરશિયાળે 5રશેવો છૂટી જવા પામ્યો હતો.! સુરેન્દ્રનગર જીલ્લાનાં ભ્રષ્ટ્રાચારી બાબુઆેમાં દોડધામ મચી જવા પામી હતી. જયારે રાજકોટ અમદાવાદની એસીબી ટીમ દ્વારા અધિકારીઆેની આેફીસોમાં અંદાજે ત્રણ કલાકથી વધુ સમય સુધી વિવિધ દસ્તાવેજો, ફાઇલો ચેક કરી ઇન્કવાયરી હાથ ધરવામાં આવી હતી. આ બનાવનાં 5ગલે ઝાલાવાડમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવ અંગે આજકાલે સુરેન્દ્રનગર અધિક કલેકટર ઝાલાનો સં5ર્ક કરતા તેઆેએ જણાવ્યું હતુ કે, આદેશોને અનુસાર રાજકોટ-અમદાવાદની એસીબી ટીમે બામણબોર-જીવા5રની જમીન પ્રકરણ બાબતે ઇન્કવાયરી અર્થે તેમજ દસ્તાવેજો,ફાઇલોનું ચેકીગ કરવામાં આવ્યું હતું તેમજ અમુક સાહિત્ય આ બનાવ સંદર્ભે રાજકોટ મોકલાયું હોવાથી આશરે બે કલાકની ઇન્કવાયરી બાદ ટીમો રવાના થઇ હતી. આ બનાવ અંગે નાેંધનીય બાબત છે કે, સુરેન્દ્રનગર જીલ્લાનાં પૂર્વ અધિક કલેકટર, ચોટીલા પ્રાંતઅધિકારી, ચોટીલા પૂર્વ ઇન્ચાર્જ મામલતદાર સહીતનાઆેએ જમીના રેકર્0માં ચેકચાક કરી સુપ્રિમ કોર્ટના આદેશને ઘોળીને પી ગયા હતાં.! તેમજ અંદાજે સરકારી ખરાબાની 200 કરોડ રુપિયાની જમીન માત્ર 11 કરોડમાં પાણીના ભાવે વેચી દીધાના બનાવે સમગ્ર ગુજરાતમાં ભળભળાટ મચાવી દીધો છે.

Comments

comments

VOTING POLL