ચોટીલાના રાજપરા ગામે યુવાન પર પાંચ શખસોનો ધોકા અને પાઈપથી હુમલો

September 11, 2018 at 12:09 pm


ચોટીલાના રાજપરા ગામે રહેતો યુવાન પોતાની બહેનના ઘેર જીંજુડાથી પરત ફરતી વખતે રાજપરા ગામમાં મેળો હોવાથી ટ્રાફિકમાં બાઈક લઈને ઉભો હતો ત્યારે પાછળતી કોઈ અજાÎયા શખસોએ ધોકા અને પાઈપથી હુમલો કરતા ડાબા હાથે અને પગના ભાગે ઈજા થતાં પ્રથમ ચોટીલા હોસ્પિટલ બાદ વધુ સારવાર અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની માહિતી પ્રમાણે ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતો દાના મુળાભાઈ વાઘેલા ઉ.વ.48 દલિત ગઈકાલે બપોરના પોતાની બહેનના ઘરે જીંજુડાથી પરત આવતા રાજપરા ગામે બાઈક ચલાવવા બાબતે ભીખુ, પ્રતાપ, અજય અને અજાÎયા શખસોએ દાનાને ધોકા અને પાઈપથી માર મારતા દાનાનો હાથે અને પગે ઈજા થતાં સારવાર અંગે ચોટીલા બાદ વધુ સારવાર અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજા બનાવમાં ચોટીલા તાલુકાના બોરીચાનેસમાં રહેતા સંજય ભકાભાઈ ખોરાણી ઉ.વ.30 ગઈકાલે સાંજે ઘરે હતો ત્યારે ગોપાલ, વિરજી, અશોક, વિરજીએ કોઈ કારણોસર ઝઘડો થતાં સંજયને માથાના ભાગે લાકડીથી માર મારતા માથાના ભાગે ઈજા થતાં પ્રથમ ચોટીલા બાદ વધુ સારવાર અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL