ચોટીલાની સગીરાનું અપહરણ કરનાર ધવલ ત્રિવેદીની તપાસ સીબીઆઇને સોંપાઇ

April 13, 2019 at 11:15 am


પડધરીની સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવતો લંપટ પ્રો.ધવલ ત્રિવેદી પેરોલ પર છૂટયા બાદ ચોટીલાની સગીરાને ભગાડી જતાં આ મામલે ગુનો નોંધાયા બાદ તપાસ સ્થાનિક પોલીસ અને સીઆઈડી ક્રાઈમને સોંપાયા છતાં કોઈ માહિતી નહીં મળતાં અંતે સગીરાના પરિવારજનોએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પ્સ પિટિશન દાખલ કરતાં હાઈકોર્ટના જસ્ટીશ જે.ડી. પારડીવાલા અને એ.સી. રાવની બેચે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી છે.

હાઈકોર્ટે સગીરાના પરિવારજનોએ દાખલ કરેલ હેબિયસ કોર્પ્સની સુનવણી દરમિયાન આ કેસની ગંભીરતા સમજી તપાસ તાત્કાલીક સીઆઈડી ક્રાઈમ પાસેથી આંચકી લઈ સીબીઆઈને સોંપવા હુકમ કર્યો છે. હાઈકોર્ટે જણાવ્યા મુજબ 46 વર્ષના લંપટ પ્રો.ધવલ ત્રિવેદી કે જેની સામે પડધરીનું સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા થઈ હોય અને તે પેરોલ પર છૂટયા બાદ ફરી વખત પોતાના લખણ ઝળકાવી ચોટીલાની સગીરાનું અપહરણ કરી ગયો હોય આ મામલે તાત્કાલીક તપાસ કરવા આદેશ આપ્યા છે.

હાઈકોર્ટે કરેલા આદેશમાં સીબીઆઈને આ કેસ અંગેની તાત્કાલીક તપાસ કરી ચાર અઠવાડિયામાં આ અંગેનો તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં આપવા આદેશ કર્યો છે. વધુમાં હાઈકોર્ટના જસ્ટીશ જે.બી. પારડીવાલા અને જસ્ટીશ એ.સી. રાવની બેચે આ મામલે જર પડયે ઈન્ટરપોલની મદદ લેવી પડે તો પણ લેવા આદેશ કર્યો છે. કારણ કે, લંપટ પ્રોફેસર સગીરાને લઈને નેપાળ ભાગી ગયો હોય તેવી દહેશત પણ વ્યકત કરવામાં આવી હતી. ધવલ ત્રિવેદી સામે અગાઉ પણ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી તે વખતે તે પડધરીની બન્ને સગીરાને લઈને ઘણા વર્ષો સુધી ફરાર રહ્યો હતો. હાલ આ કેસમાં હાઈકોર્ટે સીબીઆઈને તાત્કાલીક ધોરણે વ્યૂહાત્મક રીતે તપાસ કરવા અને તાત્કાલીક ધોરણે સગીરાનો પતો મેળવવા આદેશ કર્યો છે. હાઈકોર્ટ આ કેસમાં સગીરાને પ્રોફેસરે દેહવિક્રયના ધંધામાં ધકેલી દીધાનું કે પછી સગીરાની હત્યા કયર્નિી શંકા પણ વ્યકત કરવામાં આવી છે. આ મામલે સીબીઆઈને તાત્કાલીક ધોરણે તપાસ કરવા કોર્ટે આદેશ આપ્યો છે.

આ અંગેની તપાસ હાઈકોર્ટના નિર્દેશ મુજબ કરવા સૂચન સીબીઆઈને સૂચન કરવામાં આવ્યું છે. આજીવન કેદની સજા ભોગવતો ધવલ ત્રિવેદી પેરોલ પર છૂટયા બાદ ચોટીલામાં ધર્મેન્દ્ર દવેના નામે રહેતો હતો અને ઇંગ્લિશ ટિચિંગના કલાસ શ કયર્િ હતા. ઓગસ્ટ માસમાં તેણે આ કલાસ શ કયર્િ બાદ તેણે ચોટીલાની સગીરાને જાળમાં ફસાવી અને તેને લઈને ભાગી ગયો હતો. ધવલ ત્રિવેદીના અગાઉ બે લગ્ન થઈ ચૂકયા છે અને તેણે અત્યાર સુધીમાં આઠથી વધુ યુવતીઓના અપહરણ કરી તેના દેહ અભડાવી દીધા છે.
હાઈકોર્ટ દ્વારા આ કેસ સીબીઆઈને સોંપવામાં આવતા હવે આગામી દિવસોમાં લંપટ ધવલ ત્રિવેદીની ભૂતકાળની માહિતી મેળવવા સીબીઆઈની ટીમ સીઆઈડી ક્રાઈમ, ચોટીલા પોલીસ અને રાજકોટ રલ પોલીસનો સંપર્ક કરીને માહિતી મેળવી ધવલ ત્રિવેદી અને અપહૃત સગીરાની શોધખોળ માટે તપાસનો દોર સંભાળશે.

Comments

comments

VOTING POLL