ચોટીલા પ્રાથમિક શિક્ષણમાં સીઆરસી કલસ્ટરની પુનઃરચના કરવા માગ

December 2, 2019 at 11:57 am


Spread the love

શનિવારનાં સાંજે પ્રાથમિક સંઘ ચોટીલા યુનિટે મામલતદારને આવેદન પત્ર પાઠવી ચોટીલા તાલુકા સીઆરસી કલસ્ટરની પુનઃ રચના સહિત અનેક મુદ્દાઆેની રજુઆત કરેલ છે. જીલ્લા સંઘના અગ્રણી દિપેન્દ્રભાઇ ધાધાલ, ચોટીલા યુનિટ પ્રમુખ ઘનશ્યામભાઈ મેણીયા, સામતભાઇ પરમાર ,ની આગેવાનીમાં શિક્ષકોએ મામલતદાર કચેરી ખાતે તેઆેની માગણી સાથે સુત્રોચ્ચાર પોકારી આવેદન પાઠવેલ હતુ જેમા ચોટીલા તાલુકા સીઆરસી કલસ્ટરની પુનઃરચના કરવા ની મુખ્ય સ્થાનિક માંગ સાથે ઉચ્ચતર પગાર ધોરણ સીસીસી પાસ કર્યા બાદ મળવા પાત્ર તારીખ થી આપવા બાબત અને મુદતમાં વધારો કરવા, પ્રથમ ઉચ્ચતર પગાર ગ્રેડ 4200નો ચાલુ રાખવા, જુની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવા, છઠ્ઠા પગાર પંચની વિસંગતતા દુર કરી સાતમાની સંપૂર્ણ અમલવારી 1/1/16 થી સમગ્ર દેશમાં સમાન રુપે લાગુ કરવી, દેશના તમામ રાજયમાં ફિક્સ પગારીઆેને એક સરખુ વેતન આપવા, નવી રાિષ્ટ્રય શિક્ષણ નીતિમાં શિક્ષકને હાનિકતાર્ બાબતો દુર કરવા તેમજ શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઆે શિક્ષક કોર્ષ પરીક્ષા પહેલા પૂર્વ આયોજન થાય તેવી માગણીઆે કરેલ છે. ્અત્રે ઉલ્લેખનીય છે કે સંઘ દ્વારા સ્થાનિક પ્રñ સાથે રાજ્ય અને અખિલ ભારતીય સંઘની માગણી સાથે આવેદન આપી સરકાર સમક્ષ તેઆેની માંગણી કરેલ છે.