ચોટીલા હાઈ-વે ઉપર માતેલા સાંઢની જેમ દોડતા વાહનોને ગતિ નિયંત્રણ જરૂરી

January 19, 2019 at 11:49 am


ચોટીલા શહેરમાં નેશનલ હાઇવે મધ્યમાંથી પસાર થાય છે અનેક વાહાનો લોકોની અવરજવર હોવા છતા બેફામ દોડતા વાહાનની ઠોકરે એક સામાન્ય મજુરી કરતા પરીવારનો માળો પિખાતા અરેરાટી ફેલાઇ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ચોટીલાનાં ખાટડી નાં વતની હાલ વૃદાવન સોસાયટીમાં રહેતા જનુબેન સાગઠીયા નાં પતિ મજુરી કામે મોરબી રહેતા રવજીભાઈ જેઠાભાઈ પરીવારજનોને મળવા ચોટીલા આવેલ જેઆે મણીરત્નમ હોસ્પિટલ પાસે હાઇવે ક્રાેસ કરી રહેલ ત્યારે બેફામ દોડતા કોઇ અજાÎયા વાહાન હડફેટે લઇ ગંભીર ઈજા પોહચાડી મોત નિપજાવી ગરીબ પરીવારનો આધાર છીનવી લઇ નાસી છુટનાર બેફામ માતેલ સાઢની માફક દોડતા વાહાન ચાલક સામે રોષની લાગણી ફેલાઈ છે

ઘટનાની જાણ મૃતકના પત્ની અને પુત્ર આકાશ મજુરી કામે જોલી મિલમાં હતા ત્યારે તેમનાં સબંધીએ હોસ્પિટલ દોડી આવેલ હતા જ્યાં મરણ પામેલ હોવાનું જણાવતા ભાંગી પડેલ હતા.

મૃતક છેલ્લા ઘણા સમયથી મોરબી તરફ મજુરી કામ કરતા હોવાથી વાકાનેર ખાતે રહેતા તેમનાં ભાઇ અને માતા સાથે રહેતા હતા અને તેમના પત્ની અને બાળકો ચોટીલા રહી મજુરી કામ કરતા હતા જેઆે પરીવારને મળવા આવી રહેલ ત્યારે ચોટીલાનાં પાદરમાજ અકસ્માતનો ભોગ બનતા લોકોમાં અરેરાટી સાથે દુઃખની લાગણી છવાયેલ છે.

અંત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા શહેરમાં પસાર થતા હાઇવે ઉપર અનેક ચોકડી આવેલ છે તેમજ શહેરની મધ્યમાંથી હાઇવે હોવાથી રાહદારીઆેની અવર જવર હોય છે બેલગામ દોડતા અનેક વાહાનોની ઠોકરે કેટલાય લોકો મોતને ભેટેલ છે લોકોની સતત અવર જવર વાળા હાઇવે ઉપર જ્યા વધુ પ્રમાણ છે ત્યા ક્રાેસ ઝીબ્રા અને બગદરા હાઇવે પર રહેલ બંમ બનાવવાની માંગ છે પરંતુ હાઇવે આેથોરીટીનાં અધિકારીઆે મોતનાં વધતા આકડાઆે સામે ઉદાસિન વલણ હોય તેમ પગલા લેતા નથી જેનો લોકોમાં રોષ છે વહેલી તકે ચોટીલા હાઇવે ઉપર ગતી નિયંત્રણ માટે પગલા લેવાય તે જરુરી બનેલ છે.

Comments

comments

VOTING POLL