ચોમાસા પર ઘેરાયા ‘એટલાન્ટીક નીનો’ના વાદળો

May 18, 2019 at 10:40 am


Spread the love

અલનીનોનો ડર હજુ દૂર પણ નથી થયો ત્યાં હવે ‘એટલાન્ટીક નીનો’ ભારતના ચોમાસા સાથે રમત રમવા લાગ્યો છે. પ્રશાંત મહાસાગરના અસામાન્ય પથી ગરમ (અથવા ઠંડા) થવાની પ્રક્રિયા અલનીનોની જેમ એટલાન્ટીક મહાસાગર (એટલાન્ટીક ઝોનલ મોડ)ના વધી રહેલા તાપમાનની અસર ભારતમાં વરસાદને પ્રભાવિત કરી રહી છે. એટલાન્ટીક નીનો આફ્રિકામાં હવામાન પ્રભાવિત કરવા માટે ઓળકાય છે. પાછલા 100 વર્ષના આંકડાના વિશ્લેષણ બાદ તે ભારતીય ચોમાસા ઉપર અસર કરી શકે છે તેવી સ્પષ્ટતા થઈ છે.

દરમિયાન રાજસ્થાનના બાડમેરમાં તોફાનને કારણે બે દિવસમાં 400થી વધુ થાંભલા ધરાશાયી થ, જવા પામ્યા છે જેના કારણે વીજળી વ્યવસ્થા ખોરંભાઈ ગઈ છે. ગામડાઓની હાલત વધુ ખરાબ થઈ જવા પામી છે.
જ્યારે દિલ્હી-એનસીઆરના અમુક વિસ્તારોમાં ગઈકાલે સાંજે વરસાદે લોકોને તડકા અને ગરમીથી રાહત આપી છે. આજે પણ અહીંનું વાતાવરણ ખુશ્નુમા રહેવાની આગાહી કરવામાં આવી છે.