ચોમાસુ આંદામાનથી આગળ વધતું અટકી ગયું: હવામાનખાતું

May 27, 2019 at 10:40 am


અરબ સાગરમાં હવામાનની અનૂકૂળ પરિસ્થિતિઓ ન હોવાને પગલે આ વર્ષે ચોમાસાને આગળ વધવામાં મોડું થઈ રહ્યું છે. રાષ્ટ્રીય હવામાન એજન્સીએ રવિવારે આ જાણકારી આપી. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, ચોમાસુ 18 મેએ અંદમાન તેમજ નિકોબાર દ્વીપસમૂહ પહોંચી ગયું હતું, પરંતુ તે હજુ સમગ્ર ક્ષેત્રમાં નથી પહોંચી શક્યું. હવામાન વિભાગના એડિશનલ ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, અરબ સાગરમાં પરિસ્થિતિઓ અનુકૂળ નહીં હોવાના કારણે ચોમાસુ આગળ વધવાની ગતિ ધીમી છે.

તેમણે આશા વ્યક્ત કરી કે, નૈઋત્યનું ચોમાસુ બંગાળની ખાડી, અંદમાન દ્વીપસમૂહ અને ઉત્તર અંદમાન સાગરના કેટલાક અન્ય વિસ્તારો સુધી પહોંચવાની દ્રષ્ટિએ પરિસ્થિતિઓ બુધવાર-ગુરુવાર સુધી અનૂકૂળ થઈ જશે. હવામાન વિભાગ મુજબ, ચોમાસુ આ વર્ષે છ દિવસ મોડું છ જૂન સુધી કેરળના તટ સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગે પોતાના બુલેટિનમાં કહ્યું કે, બુધવારે અને ગુરુવારે આસામ, મેઘાલય અને પશ્વિમ બંગાળના ઉપ-હિમાલયના વિસ્તારો અને સિક્કિમમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.

જોકે, કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે કહ્યું કે, 26-28 મેની વચ્ચે કણર્ટિકના દક્ષિણ ભાગોના અંતરિયાળ વિસ્તારો તેમજ મંગળવાર-બુધવારે તમિળનાડુ તેમજ પુડુચેરીના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ મધ્ય ભારત અને આંધ્ર પ્રદેશ તેમજ તેલંગાણાના કેટલાક વિસ્તરોમાં લૂની સ્થિતિ જળવાયેલી રહી શકે છે.

Comments

comments

VOTING POLL