છબીલ પટેલની આેડિયો કલીપવાયરલ, ‘હું નિર્દોષ છું, થોડા સમયમાં જ ભારત આવીશ’

February 12, 2019 at 11:39 am


ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાના કથિત આરોપી અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની એક આેડિયો કલીપ ઘણી વાયરલ થઇ રહી છે. આ કલીપમાં છબીલ પટેલે પોતે નિર્દોષ છે અને કોઇ કાવતરાનો ભોગ બન્યાે છે તેમ કહી રહ્યાે છે. તેણે તે પણ કહ્યું છે કે હું વિદેશથી થોડા જ દિવસમાં ભારત પરત આવવાનો છું. સુત્રોના જણાવ્éા અનુસાર છબીલ પટેલની વાત સાચી હોય તો જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરૂ ઘડનારાઆે કોણ ં તે સવાલ ફરીથી ઉભો થાય છે.

વાયરલ થયેલી આેડિયો કલીપમાં છબીલ પટેલ કહેતો સંભળ્યા છે કે, ‘હું છબીલ પટેલ હાલ હું બિઝનેસ માટે વિદેશ આવેલો છું. મારે કામ માટે અવાર નવાર વિદેશ જવાનું થાય છે. વિદેશ આવ્યા બાદ મને જાણ થઈ કે મારી સામે પોલીસ ફરિયાદ થઈ છે. તો હું મીટિગો પતાવીને તાત્કાલિક ભારત આવીને પોલીસ સ્ટેશને હાજર થઈશ. પોલીસ દ્વારા જે પણ કાર્યવાહી અને પૂછપરછ થશે તેમાં હું સહયોગ આપીશ. હું સાવ નિર્દોષ છું અને કોઈ કાવતરાનો ભોગ બની રહ્યાે છું એવું મને લાગે છે. મને ગુજરાત પોલીસ પર પુરો ભરોસો છે. તેઆે સત્ય બહાર લાવશે. હું ભારત આવું ત્યારે મારા પર જીવનું જોખમ લાગતું હોવાથી મને પોલીસ રક્ષણ મળે એવી મારી વિનંતિ છે. છેંી મીટિંગ પુરી કરીને મારા આવવાની તારીખ પણ પહેલેથી જ આપીશ. મારા કામ પુરા થવાની તૈયારીમાં છે.’

જયંતી ભાનુશાળીની હત્યાના આરોપી છબીલ પટેલ હત્યા પહેલા જ વિદેશ ફરાર થઇ ગયો હતો. ત્યારે તેની અને તેના સાગરિતોની ધરપકડ કરવા માટે ભચાઉ કોર્ટમાં કલમ 70 મુજબ રેલવે પોલીસ દ્વારા અરજી કરાઈ હતી.

તા.8 જાન્યુઆરીના રોજ જયંતી ભાનુશાળીની હત્યા થયા બાદ ડીજીપી શીવાનંદ ઝા દ્વારા ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના ડીઆઈજી ગૌતમ પરમારના વડપણ હેઠળ એક ખાસ તપાસ દળની રચના કરી હતી. જેમાં ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચને પણ સામેલ કર્યા હતા. પોલીસને હાથ લાગેલા તથ્યો પ્રમાણે જયંતીની હત્યા માટે પુર્વ ધારાસભ્ય અને જયંતિના રાજકિય હરિફ છબીલ પટેલ અને જયંતિની સ્ત્રી મિત્ર મનિષા ગોસ્વામીએ સાથે મળી કાવતરુ રચી જયંતિ ભાનુશાળીનું કામ ભાડુતી મારાઆે મારફતે તમામ કર્યુ હતું. આ મામલે હમણાં સુધી છબીલ પટેલના બે વિશ્વાસુની ધરપકડ પણ થઈ ચુકી છે. જો કે ભાડુતી માણસો આેળખાઈ ગયા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દિવસો સુધી પુનામાં ધામા નાખ્યા હતા પણ તેમનો પત્તાે લાગ્યો ન્હોતો.

Comments

comments

VOTING POLL