છાંયામાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના તાલીમાર્થીઆેને પ્રમાણપત્ર વિતરણ

May 8, 2018 at 1:23 pm


છાંયામાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના તાલીમાથ}આેને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો અને આ ત્રણ મહીનાની તાલીમ લેનાર યુવક-યુવતિઆેને લોન પણ મળશે અને રોજગારી પણ પ્રાપ્ત થશે.
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં યુવાનોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા માટે સ્કીલ ઇન્ડિયા અંતર્ગત પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના મારફત ચાલતા રોજગાર મેળવવા માટે પોરબંદર જીલ્લાના છાયા વિસ્તારમાં બ્યુટી પાર્લર તેમજ શિવણ વર્ગના ત્રણ માસના તાલીમ વર્ગના તાલીમાથ}આેને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તા. પ/પ/ર018ના રોજ યોજવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત તાલીમવર્ગના તાલીમાથ}આેની પ્રાથર્ના દ્વારા થઇ હતી. આ કાર્યક્રમમાં સ્વરોજગારી મેળવવા તેમજ નોકરી પ્રાપ્ત કરેલ યુવાનોને પુરતુ જ્ઞાન મળી રહે તેમજ સ્કીલ ડેવલોપમેન્ટ કરી પોતાના ફિલ્ડમાં આગળ વધી શકે તે અંગે તાલીમમાં જોડાઇ અતે અંગેના સર્ટીફીકેટ કોર્ષ ચલાવવામાં આવે છે. આવા તાલીમ વર્ગમાંથી સફળ થયેલા યુવાનોને ચાર વર્ષમાં એક કરોડ જેટલી રોજગારી આપવામાં આવશે. સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરેલ બહેનોને મુદ્રા યોજના હેઠળ, જિલ્લા ઉદ્યાેગ કેન્દ્ર, ગુજરાત મહિલા આિથર્ક વિકાસ નિગમ તેમજ સરકારની જુદી-જુદી યોજનાઆે દ્વારા બેંક મારફત સ્વરોજગારી યોજના હેઠળલોન મેળવી રોજગારી પ્રાપ્ત કરી શકાય. આ કાર્યક્રમમાં સ્વામીનારાયણ ગુરૂકુળ છાયાના મેનેજીંગ ટ્રસ્ટી શાંી સ્વામી ભાનુપ્રકાશદાસજી ખાસ ઉપિસ્થત રહી બહેનોને સ્વરોજગારી માટેની જાણકારી આપેલ જેમ કે, નજીકના ભવિષ્યમાં 178 જેટલી ઇન્ટરનેશનલ કંપનીઆે ભારત દેશમાં શરૂ કરવાના છે જેથી આ સર્ટીફીકેટ પ્રાપ્ત કરેલ બહેનોને વ્યવસાય માટે ફાયદારૂપ બની શકે તેમ છે અને સ્વનિર્ભર થઇશ કે. આ કાર્યક્રમમાં પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઇ આેેડેદરા, છાયા નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન ગોસ્વામી અને તાલીમ વર્ગના સંચાલક દક્ષાબેન ગોસ્વામી ઉપિસ્થત રહેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજપુરી ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ હતું.

Comments

comments

VOTING POLL