છેડતીના કેસમાં આરોપીને બે વર્ષની સજા તેમજ દંડ ફટકારાયો

May 10, 2018 at 10:50 am


જામનગરમાં રહેતા ફરીયાદી મહીલા તેઆેના ઘરે અગાશીમાં સુતા હતા ત્યારે આરોપી નિકુંજ નવીનભાઇ વાણીયા રહે શંકર ટેકરી, જામનગર વાળાએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સાથે સુઇ જઇ બાથ ભરી લાજ લેવાનો પ્રયાસ કરેલ હોય તેમજ તે દરમ્યાન આરોપી વિજય કાનજીભાઇ વાઘેલાએ ઘરની નીચે ઉભા રહી ધ્યાન રાખી તેની મદદગારી કરેલ હોય જેથી ફરીયાદી મહીલાએ જામનગર સીટી સી ડીવીઝનમાં આરોપીઆે વિરૂધ્ધ ફરીયાદ નાેંધાવતા પોલીસે તેમના વિરૂધ્ધ આઇપીસી કલમ 354, 447 તથા 114 મુજબનો ગુનો નાેંધેલ હતો અને આરોપીઆેની ધરપકડ કરી તપાસના અંતે તેઆેની સામે કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું.

આ કેસ જામનગરની કોર્ટમાં ચાલવા પર આવતા પ્રાેસીકયુસન તરફથી ફરીયાદી મહીલા, તેમના પાડોશીઆે, પંચો તથા પોલીસ સાહેદોને તપાસવામાં આવેલ હતા અને જુબાનીના અંતે સરકારી વકીલ વનરાજસિંહ જે. સોઢાએ સુપ્રિમ કોર્ટના જુદા જુદા ચુકાદાઆે ટાંકી કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરતા જણાવેલ હતુ કે જુદા જુદા તમામ સાહેદોએ પ્રાેસીકયુશનના કેસને સમર્થન આપેલ છે, જેથી હાલના કેસ એક સ્ત્રીની આબરૂ લેવા અર્થે તેની પર હુમલો કરવા તથા ગુનાહિત બળ વાપરવાના બનાવો બને છે અને આરોપી સામેના આક્ષેપીત ગુના સંબંધે આરોપી વિરૂધ્ધ સંપુર્ણ હકીકત પુરવાર કરેલ છે ત્યારે આરોપીને તકસીરવાન ઠરાવી સમાજમાં યોગ્ય દાખલો બેસે અને તે આધારે સ્ત્રીઆે સમાજમાં સન્માનનીય રીતે પોતાનું જીવન જીવી શકે તે સ્થિતીને ધ્યાને લઇ આરોપીને કાયદા અન્વયેની મહતમ સજા કરવી જોઇએ.

સરકારી વકીલની તમામ દલીલો ધ્યાને લઇ જામનગરના ત્રીજા એડી.ચીફ જયુડીશ્યલ મેજી.આરોપી નિકુંજ નવીનભાઇ વાણીયા સામે આઇપીસી કલમ 354 તથા 447 અન્વયેના કેસ સાબિત માની આરોપી નિકુંજ નવીનભાઇ વાણીયાને આઇપીસી કલમ 354 અન્વયે બે વર્ષની કેદની સજા તથા રૂા.1000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 15 દિવસની કેદની સજા તેમજ આઇપીસી કલમ 447 અન્વયે એક માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં પ્રાેસીકયુશન તરફે સરકારી વકીલ વનરાજસિંહ જે. સોઢા રોકાયા હતાં.

Comments

comments

VOTING POLL