છેતરપિંડી કરનારા અધિકારીઆેને જેલમાં નહી જવું પડે

August 19, 2019 at 11:27 am


કેન્દ્ર સરકાર આર્થિક સંકટ દૂર કરવા માટેના અનેક ઉપાયો વિચારી રહી છે અને એ જ રીતે કોર્પોરેટ વર્લ્ડને અને કંપનીઆેને પણ ફાયદો અને રાહત આપવા માટે તેણે નવા પગલાં વિચાર્યા છે.
કંપનીઝ એક્ટમાં સરકાર ક્રિમીનલ આેફેન્સની જોગવાઈ રદ કરવા જઈ રહી છે અને એ સાથે જ કંપનીઝ એક્ટમાં 65 જેટલા ફેરફારો કરવાની તૈયારી ચાલી રહી છે.
કંપનીઝ એક્ટમાં ક્રિમીનલ આેફેન્સની જોગવાઈ દૂર થાય તો ગમે તેવા ફ્રાેડના કેસમાં પણ અધિકારીઆેને જેલની સજા થશે નહી અને છતાં એમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલું રહેશે.
કેન્દ્રના કોર્પોરેટ બાબતોના મંત્રાલયો દ્વારા આ યોજના ઘડવામાં આવી રહી છે. જે કેસ બહુ ગંભીર ન હોય અને માંડવાપાત્ર હોય તેમાં ક્રિમીનલ આેફેન્સની જોગવાઈ નાબૂદ કરવામાં આવશે.
જેટલા માંડવાળપાત્ર ગુના છે એ બધાને ક્રિમીનલ આેફેન્સની શ્રેણીમાંથી બહાર કરવામાં આવશે. સામાન્ય રીતે ફ્રાેડ કે મોટા ગોટાળાઆેના કેસમાં અધિકારીઆેને જેલની સજા થઈ જાય છે અને મોટી રકમના દંડ થાય છે પરંતુ હવે જેલની સજાવાળી જોગવાઈ કેન્દ્ર સરકાર રદ કરવા જઈ રહી છે અને એમ કરીને કંપનીઆેને રાહત આપવાનો સરકારનો વિચાર છે. જો કે આ યોજના હજુ બની રહી છે અને તેની રૂપરેખા પણ ઘડવાની બાકી છે. તેનો સંપૂર્ણ ડ્રાફટ થઈ ગયા બાદ તે વડાપ્રધાનના કાર્યાલયને મોકલી દેવામાં આવશે અને કંપનીઝ એક્ટમાં 65 જેટલા મોટા ફેરફારો સુચવવામાં આવશે.

Comments

comments

VOTING POLL