છેતરપિંડી મામલે શાહરૂખ ખાન, જેકી શ્રાેફ, યુવરાજસિંઘ, અનિલ કપૂરને નોટિસ

February 28, 2019 at 11:01 am


શાહરૂખ ખાન, બોમન ઈરાની અને જૈકી શ્રાેફ જેવા ટોચના ફિલ્મી કલાકારો સહિત અંદાજે 500 લોકોને નોટિસ ફટકારી ક્યુ નેટ અને વિહાન ડાયરેક્ટ સેલિંગ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તેમને કરવામાં આવેલા ચૂકવણાની માહિતી માગવામાં આવી છે.
અધિકારીએ કહ્યું કે અનિલ કપૂર, અંુ સિરીષ અને ક્રિકેટર યુવરાજસિંહને પણ નોટિસ ફટકારાઈ છે. ક્યૂનેટ મામલાની તપાસ દરમિયાન અમારા ધ્યાન પર આવ્યું કે અમુક હસ્તીઆેએ કંપનીની પ્રચાર ગતિવિધિઆેમાં ભાગ લીધો હતો. આ મામલે અમે તેમને ચાર માર્ચે હાજર થઈ આ કામ બદલ તેમને મળેલી રકમની માહિતી આપવા કહ્યું છે. આ તમામ લોકોને સીઆરપીસીની કલમ 91 હેઠળ વોટસએપ નંબર પર નોટિસ મોકલવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જેમને નોટિસ મળી છે તેઆે પોતાના પ્રતિનિધિઆે મારફત માહિતી રજૂ કરી શકે છે. તેમને પોતાને જ હાજર થવાની કોઈ જરૂર નથી.
આ વિહાન ડાયરેક્ટ સેલિંગ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની કથિત છેતરપિંડીનો મામલો છે. ડાયરેક્ટ સેલિંગ પ્રાઈવેટ લિમિટેડ ક્યુ આઈગ્રુપ ઈન ઈન્ડિયાની ફ્રેન્ચાઈઝી કંપની છે જે ભારતમાં ક્યૂ નેટ બ્રાન્ડના નામે વેચાણ કરે છે. પોલીસે આ મામલામાં સંડોવાયેલા અનેક લોકોની તાજેતરમાં ધરપકડ પણ કરી હતી.

Comments

comments

VOTING POLL