છેલ્લા 3 વર્ષમાં ચાઈલ્ડ હેલ્પલાઈનને મળ્યા 1.36 કરોડ સાઈલન્ટ કોલ્સ

August 25, 2018 at 11:10 am


એપ્રિલ 2015થી માર્ચ 2018 સુધીમાં ચાઈલ્ડ હેલ્પલાઈનને 3.4 કરોડથી વધુના કોલ આવ્યા છે. આ કોલ્સમાંથી 1.36 કરોડ જેટલા કોલ્સ સાઈલન્ટ હતા. એટલે કે આ કોલમાં બેકગ્રાઉન્ડમાં આવતા અવાજો સંભળાતા હોય પરંતુ ફોન કરનાર વ્યક્તિ દ્વારા કશું જ બોલવામાં ન આવે. થોડી મિનિટો સુધી ફોન એ જ રીતે જોડેલો રાખે અને પછી કાપી નાખી. કંઈ પણ બોલ્યા વિના મદદ માગવાનો પ્રયાસ હતો.
ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશનના હર્લિન વાલિયાએ કહ્યું કે, 1098 દ્વારા આવા સાઈલન્ટ કોલ્સની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી છે. ડેટા પ્રમાણે, 2015-16માં સાઈલન્ટ કોલની સંખ્યા 27 લાખ હતી જે વધીને 2016-17માં 55 લાખથી વધુ થઈ. 2017-18માં કોલ્સ 53 લાખથી વધારે છે.
હર્લિન વાલિયાએ કહ્યું કે, સાઈલન્ટ કોલ આવે ત્યારે હેલ્પલાઈનમાં કામ કરતા વ્યક્તિ દ્વારા સાઈલન્ટ કોલરને હિંમત આપવામાં આવે છે જેથી તે પોતાની સમસ્યા જણાવી શકે. સાઈલન્ટ કોલર્સ બાળકો અથવા તો પુખ્ત વ્યક્તિ પણ હોઈ શકે છે, જે ફરી ફોન કરીને તકલીફમાં રહેલા બાળકની માહિતી આપવાનો પ્રયાસ કરતું હોય. પહેલા કોલમાં બાળક ભાગ્યે જ બોલવાની હિંમત કરે છે એટલે કાઉન્સેલર તેનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે એટલે બાળક બોલે.
રસપ્રદ બાબત એ છે કે કોલ્સ આવે છે તેમાં કોલર ઈમોશનલ સપોર્ટ ઈચ્છે છે. જેનું કારણ છે માતા-પિતાનું અલગ થવું, ઘરનું વાતાવરણ સારું ન હોવું. આવા કિસ્સા મોટાભાગે ધનિક પરિવારોમાં જોવા મળે છે. 3.4 કરોડથી વધારે કોલ્સ આવ્યા હોવા છતાં હેલ્પલાઈન વચ્ચે પડે તેવું 6 લાખ જેટલા જ કોલર્સ ઈચ્છતા હતા. આ આંકડો આવેલા ફોનની સંખ્યા કરતાં ખૂબ નાનો છે પરંતુ મહત્વનો છે કારણકે આટલા બાળકો મદદ માગી રહ્યા છે. ડેટા પ્રમાણે 2015-16માં હેલ્પલાઈન વચ્ચે પડે તેવું ઈચ્છતા કોલર્સની સંખ્યા 1.7 લાખ હતી જે 2016-17માં 2.1 લાખ અને 2017-18માં 2.3 લાખ થઈ.
6 લાખમાંથી 2 લાખ કરતાં વધુ કેસ એવા હતા જે અબ્યુઝ સામે પ્રોટેક્શન માગતા હતા. 2017-18માં જ હેલ્પલાઈનને આ પ્રકારના રક્ષણ માટે 81,147 જેટલા ફોન આવ્યા હતા. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ચાઈલ્ડ પ્રોટેક્શન સર્વિસ સ્કીમ છે, જેનો અમલ ચાઈલ્ડ લાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન નામના એનજીઓ દ્વારા થયો છે. દેશના જુદા-જુદા જિલ્લાઓમાં ચાઈલ્ડલાઈનની શાખાઓ છે.
રેસ્ક્યૂ, આશરો માગવો, ગુમ થવું અને બાળકો માટે મેડિકલ હેલ્પ સિવાય હેલ્પલાઈન પાસે ઈમોશનલ સપોર્ટ અને માર્ગદર્શન માટે આવતા કોલ્સની સંખ્યા પણ વધી છે. ઘણા કોલર્સ બાળકો હતા અથવા તો તેમના હિતેચ્છુઓ હતા. આ પ્રકારના કોલ્સ મુખ્યત્વે મીડલ ક્લાસ અને અપર મીડલ ક્લાસ પરિવારના બાળકો કે હિતેચ્છુઓ કરે છે. આ પાછળનું કારણ તેમના માતા-પિતાના ડિવોર્સ છે. 3 વર્ષમાં 66,000થી વધુ કોલ્સ આવ્યા છે જેમાં ઈમોશનલ સપોર્ટ અને ગાઈડન્સ માંગવામાં આવ્યું હોય. 2015-16માં આવા કોલ્સનો આંકડો 17,828 હતો જે 2016-17માં 22,926 થયો અને 2017-18માં 25,724એ પહોંચ્યો.

Comments

comments

VOTING POLL