છેલ્લી ઘડીના ચૂંટણીના પ્રચારમાં જોર લગાવતાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો

April 20, 2019 at 10:42 am


આવતીકાલે સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પડઘમ બંધ થશે ત્યારે છેલ્લી ઘડીના ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસે ભરપુર જોર લગાવ્યું છે. શત્રુઘ્નસિંહા આજે મોડાસા, વડોદરા અને આણંદમાં જાહેરસભાને સંબોધન કરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના આગેવાન અશોક ગેહલોતની સભા બનાસકાંઠાના ડિસામાં યોજાય તેવી શકયતા છે. જ્યારે રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનો આજે રાજકોટ અને જામનગરનો કાર્યક્રમ નકકી કરાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં સભાને સંબોધન કરશે. આ ઉપરાંત આજે મુખ્યમંત્રી વિજયભાઈ પાણી કુતિયાણા અને વઢવાણમાં જાહેરસભાને સંબોધન કરશે. ભાજપ્ના રાષ્ટ્રીય નેતા વિનય કટિયાર આજે મોડાસા, ધનસુરા અને ભીલોડામાં જાહેરસભાને સંબોધશે. અભિનેતા મનોજ જોશી સવારે સુરેન્દ્રનગરમાં અને સાંજે રાજકોટમાં કાર્યકરોને સંબોધન કરશે. મનોજ જોશી સાંજે 5-15થી માંડી રાત્રે 7-45 સુધી અલગ-અલગ સ્થળોએ કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. હિતુભાઈ અને નરેશભાઈ કનોડિયાના પણ ગાંધીનગરની કલોલ, ઈડર, સાવલી અને ખાસરામાં જાહેરસભા અને રોડ-શોના આયોજનો કરાયા છે. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પ્રાંજલ ભટ્ટે પાટણ વિધાનસભા વિસ્તારમાં આજે સવારે 10 વાગ્યે રોડ-શો કર્યો હતો. પરેશ રાવલે પંચમહાલ જિલ્લાના સહેરામાં આજે સભા સંબોધી હતી. બપોરે દશક્રોઈ, કામરેજ અને સુરતમાં તેમની જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ છે.

Comments

comments

VOTING POLL