છોકરીએ ઇન્સ્ટાગ્રામ પર પોલ કરી કર્યો આપઘાત

May 21, 2019 at 1:37 pm


જેમ સિક્કાની બે બાજુ હોય તેવી જ રીતે કોઈ પણ વસ્તુની સારી-ખરાબ, ફાયદા-ગેરફાયદા હોય છે. સૌ કોઈમાં આજે સોશિયલ મીડિયાનો જાદુ છવાયેલો છે બાળકોથી માંડી વૃદ્ધ એમ તમામ લોકો મોબાઈલમાં જ પડ્યા રહે છે ત્યારે હાલમાં મલેશિયાની એક ઘટના સામે આવી છે જેને વાંચી તમે ચોકી જશો. મલેશિયામાં સાંસદોએ બુધવારે એક કિશોરીએ ઇન્સ્ટાગ્રામ પર પોલ કરી આપઘાત કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર યુવતી એ જીવન-મરણ એમ લખી પોલ કર્યો હતો જેમાં મરણ પર વધારે  69%  મત આવતા કિશોરીએ આપઘાત કર્યો હતો. કિશોરી ફક્ત ૧૬ વર્ષની જ હતી. હાલ તો પોલીસ અને વકીલ દ્વારા આપઘાત પાછળના કારણોની શોધખોળ ચાલી રહી છે.

મલેશિયાના કાયદા પ્રમાણે કોઈ સગીરને આપઘાત કરવા માટે ઉશ્કેરવા બદલ મોત અથવા 20 વર્ષની જેલની સજા થઈ શકે છે.
મલેશિયાના યુવા અને રમતગમત મંત્રી સૈયદ સાદ્દીક અબ્દુલ રહેમાને જણાવ્યું કે, “આ ખરેખર દુર્ભાગ્યની વાત છે કે કોઈ કિશોરીએ આ રીતે પોતાની જિંદગીનો અંત આણ્યો છે

 

Comments

comments

VOTING POLL