જંગલેશ્વરના નકલી તબીબે બોપલમાંથી બોગસ ડિગ્રી બનાવ્યાની કબૂલાત

January 21, 2019 at 4:56 pm


શહેરના જંગલેશ્વર મેઈન રોડ પર ડિગ્રી વગર બની બેઠેલા ડોકટરને ભિક્તનગર પોલીસે ઝડપી લીધા બાદ તેની નકલી ડીગ્રી બનાવનાર અમદાવાદના બોપલ વિસ્તારના શખસને પણ સકંજામાં લીધો છે.
આ ડિગ્રી બની બેઠેલા તબીબ મુિસ્લમ શખસે બોપલમાં બનાવ્યાની કબુલાત આપ્યા બાદ ભિક્તનગર પોલીસની ટીમ અમદાવાદ તપાસ માટે પહાેંચી છે.
ભિક્તનગર પોલીસ વિસ્તારમાં જંગલેશ્વરમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવી દદ}આેને દવા તેમજ સારવાર આપી મનુષ્યની જિંદગી સાથે ચેડા કરનાર મહાત્મા ગાંધી સોસાયટીના રફીક અઝીજ લીગડીયાને પોલીસે ઝડપી લીધો હતો. તેના િક્લનીકમાંથી પોલીસે મેડિકલ પ્રેકટીસના સાધનો તેમજ એલોપેથી દવાઆે તથા સિરીઝ સહિત રૂા.10 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રફીકની પુછપરછમાં તેની પાસે રહેલી ડિગ્રી અમદાવાદના બોપલ વિસ્તારના એક શખસે નકલી ડિગ્રી બનાવી દીધાની કબુલ્યું હતું
જેના આધારે પીઆઈ વી.કે.ગઢવીની સુચનાથી ભિક્તનગર પોલીસની એક ટીમ અમદાવાદ પહાેંચી હતી અને ડિગ્રી બનાવનારને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL