જંગલેશ્વરના બે શખસો 44 લાખના હેરોઇન સાથે ઝડપાયા

November 17, 2018 at 4:21 pm


શહેરનં જંગલેશ્વરમાં રહેતા કોળી અને મુિસ્લમ શખસને 44 લાખના માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે ગાેંડલના સડક પીપળિયા ગામેથી રાજકોટ રૂરલ એસઆેજીના સ્ટાફે ઝડપી લઈ પૂછપરછ શરૂ કરી છે. છેલ્લા દોઢ માસથી માદક પદાર્થની હેરાફેરીમાં જોતરાયેલા બન્ને શખસો કોની પાસેથી આ માદક પદાર્થનો જથ્થો લાવ્યા ં તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ માદક પદાર્થનું કનેકશન રાજસ્થાન તરફ નીકળે તેવી શકયતા છે. ઝડપાયેલો કોળી શખસ સૂત્રધાર હોવાનું અને તેની સાથેનો મુિસ્લમ શખસ તેને મદદગારી કરતો હોવાનું ખૂલ્યું છે.

શહેરના જંગલેશ્વર પાસેથી તાજેતરમાં રાજકોટ શહેર પોલીસે મોટા પ્રમાણમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં પણ માદક પદાર્થોનું વેચાણ થતું હોવાની માહિતી રાજકોટ રૂલર પોલીસ એસઆેજીને મળી હતી. જેના આધારે રૂરલ એસઆેજીના પીઆઇ એમ.એન.રાણા અને તેમની ટીમે વોચ ગોઠવી હતી.

ગાેંડલ નજીક સડક પીપળિયા ગામની સીમમાં આવેલ હઝરત ગેબનશા બાવાની દરગાહ પાસે બે શખસો માદક પદાર્થ હેરોઇન વેચતા હોઇ ગત મોડી રાત્રે પોલીસે દરોડો પાડી રાજકોટના જંગલેશ્વરમાં રહેતાં ઇમ્તીયાઝ અબ્દુલ ડોઢિયા (ઉ.વ.23) અને મહેશ કરશન ઉર્ફે ઉકા ભોજવીયા (ઉ.વ.25) નામના કોળી શખસની ધરપકડ કરી હતી. આ બન્ને પાસેથી 439.870 ગ્રામ હેરોઇન જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂા.43,98,700 થાય છે. તેમજ મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે. આ બન્ને શખસો છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થ હેરોઇનનો વેપાર કરતાં હતાં. આ બન્ને શખસો પાસેથી કોણે કોણે આ જથ્થો ખરીદયો તેમજ બન્ને શખસો ક્યાંથી અને કોની પાસેથીં આ માદક પદાર્થ વેચાણ માટે લઇ આવ્યા તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં આ જથ્થો રાજસ્થાન તરફથી આવ્યો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. છેલ્લા દોઢ માસથી આ વેપલામાં જોડાયેલા બન્ને શખસોમાં કોળી શખસ મહેશ સૂત્રધાર છે જ્યારે ઈિમ્તયાઝ તેને મદદ કરતો હોવાનું ખૂલ્યું છે.
રાજકોટ રૂલર એસઆેજીના પીઆઇ એમ.એન.રાણા સાથે પીએસઆઇ વાય.બી.રાણા તથા સ્ટાફના વિજયભાઇ, ઉપેન્દ્રસિંહ, જયવીરસિંહ, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નીરંજની, દીનેશભાઇ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

ઈિમ્તયાઝને એક ટ્રીપના પાંચ હજાર રૂપિયા કમિશન મળતું
તપાસમાં ખૂલતી માહિતી મુજબ મુળ ચોટીલાના ભાડુકાનો વતની મહેશ કરશન ભોજવિયા છેલ્લા દોઢ માસથી આ નશીલા પદાર્થના વેપલામાં જોડાયો છે. તેણે ઈિમ્તયાઝને પણ પોતાની સાથે મદદગારીમાં લીધો હતો અને મહિનાની એક ટ્રીપના અને મદદગારી કરવાના તે ઈિમ્તયાઝને પાંચ હજાર રૂપિયા કમિશન આપતો હતો.

રૂા.150માં એક પડીકી હેરોઇન વેચાતુંઃ વિદ્યાર્થીઆે મોટા પ્રમાણમાં ખરીદદાર
મહેશ અને ઈિમ્તયાઝ હેરોઈનનો જથ્થો રાજસ્થાન વાયા કોટા થઈને જંગલેશ્વરમાં ઘૂસાડી દેતા હતા જ્યાંથી બન્ને શખસો નાની-નાની મિલિગ્રામમાં પડીકીઆે બનાવતા અને એક પડીકીના રૂા.150 લેખે તેઆે આ હેરોઈન વેચતા હતા. મોટા ભાગે વિદ્યાર્થીઆે તેમજ નશાના શોખીનો ગાંજા સાથે આ હેરોઈન જેવા માદક પદાર્થો મિકસ કરી તેનું સેવન કરતા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આ અંગે એફએસએલ અધિકારીને પણ જાણ કરાતાં તેમની મદદથી પોલીસે આ માદક પદાર્થ હેરોઈન કયા પ્રકારનું છે તે સહિતની તપાસ આગળ ધપાવી છે.

ઉડતાં રાજકોટઃ ‘ગાંજાના જથ્થા બાદ મોટા પ્રમાણમાં હેરોઇન પકડાયું’
તાજેતરમાં જ રાજકોટ શહેર પોલીસે વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો જેમાં રાજકોટથી લઇ આંતરરાજ્ય કનેકશનનો પદાર્ફાશ થયો હતો. અન્ય રાજ્યોમાં કોલેજીયન વિદ્યાર્થી સહિતના યંગસ્ટર્સ નશીલા દ્રવ્યોના સેવનના રવાડે ચડયા છે ત્યારે હુકકા પાર્લર જે બંધ થતાં હવે ગુજરાતમાં પણ નશીલા પદાર્થની ડિમાન્ડ વધી છે. રાજકોટ શહેરના જંગલેશ્વરમાંથી ઝડપાયેલા ગાંજાના જથ્થાના સપ્લાયરે પોલીસને કેટલીક ચાેંકાવનારી વિગતો આપી હતી. જેમાં વિદ્યાર્થીઆે આવા માદક પદાર્થોનું સેવન કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. ગાંજાના જથ્થા બાદ ગાેંડલમાંથી માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ઝડપાતા તેના મૂળ સુધી પહાેંચવા પોલીસે તપાસ શરૂ કરી છે.

Comments

comments

VOTING POLL