જંગલેશ્વરમાંથી ઝડપાયેલા ડ્રગ્સનું સપ્લાય નેટવર્ક સૌરાષ્ટ્ર્રભરમાં હોવાનો પર્દાફાશ

April 20, 2019 at 4:44 pm


શહેરના જંગલેશ્ર્વરમાંથી તાજેતરમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી રૂા.૨૨ લાખની કિંમતનો મોરફીન ડ્રગ્સના જથ્થા સાથે મુસ્લિમ માતા–પુત્રની ધરપકડ કરતા સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે પોલીસે બન્નેના રીમાન્ડ મેળવી પુછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનનો ફકીર આપી ગયો હોવાનું અને તેની પડીકીઓ બનાવી કોલેજીયન યુવાનોને વેચતા હોવાની કબૂલાતના આધારે પોલીસે તપાસ કરતા રાજસ્થાનના ફકીર સહિત વધુ બે શખસો રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને અમરેલી ખાતે ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતા હોવાનો પર્દાફાશ થતાં પોલીસે ડ્રગ્સના સપ્લાયરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં ક્રાઈમ બ્રાંચ અને ભકિતનગર પોલીસે ચોકકસ બાતમીને આધારે અલગ અલગ ટીમ બનાવી જંગલેશ્ર્વરમાં દરોડો પાડી ૨૨.૬૨ લાખની કિંમતના મોરફીન ડ્રગ્સના જથ્થા સાથે રફીક ઈબ્રાહીમ બેલીમ અને તેની માતા જુબેદાની ધરપકડ કરી રીમાન્ડ મેળવી પુછપરછ કરતા તેણે આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનનો ફકીર ડિલેવરી કરી ગયાનું બહાર આવતા પોલીસે તપાસ કરતા રાજકોટમાં મોરફીન ડ્રગ્સ સપ્લાય કરનાર રાજસ્થાનનો ફકીર સહિત ત્રણ શખસોની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. ત્રણેય શખસો રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને અમરેલી ખાતે પણ મોરફીન ડ્રગ્સની સપ્લાય કરતા હોવાનું બહાર આવતા પોલીસે ત્રિપુટીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કવામાં આવ્યા છે.

Comments

comments