જંગલેશ્વરમાંથી 81.43 લાખના ચરસના જથ્થા સાથે ચાર શખસો પકડાયા

September 10, 2018 at 12:14 pm


રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચરસનો જથ્થો મોટા પ્રમાણમાં ઉતર્યો હોવાની સચોટ બાતમીના આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી એસઆેજી, ભિક્તનગર, ક્રાઈમ બ્રાન્ચ સહિતના સ્ટાફે સંયુકત આેપરેશન કરી દરોડા પાડતાં રૂા.81.43 લાખની કિંમતના 8 કિલો 132 ગ્રામ ચરસના જથ્થા સાથે ચાર મુિસ્લમ શખસોને ઝડપી લઈ આ જથ્થો કયાંથી આવ્યો અને કોને પહાેંચાડવાનો હતો તે અંગે આકરી પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ચરસનો જથ્થો ઉપરાંત રોકડ રૂપિયા, મોબાઈલ સહિત કુલ 81.52 લાખની મત્તા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગુનાખોરી અટકાવવાના પોલીસ કમિશનરના અભિયાન દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં કેટલાક શખસો ચરસનો જથ્થો મગાવી નાના વિસ્તારોમાં માણસો દ્વારા વેચતા હોવાની સચોટ બાતમીના આધારે એસઆેજીના પીઆઈ ગળુ તેમજ ભિક્તનગર પોલીસ મથકના પીઆઈ ગઢવી, પીએસઆઈ એચ.એમ. રાણા, ધાખડા સહિતના સ્ટાફે સંયુકત આેપરેશન કરી મહેબુબ ઉર્ફે આેસમાણ ઠેબા, ઈલીયાસ હારૂન સૌરા, જાવેદ ગુલમહંમદ દલ અને રફીક ઉર્ફે મેમણ હબીબ લોયા નામના ચાર શખસોને ઉઠાવી લઈ તેની પાસેથી 81.43 લાખની કિંમતનો 8 કિલો 132 ગ્રામ ચરસનો જથ્થો ઉપરાંત તેની પાસેથ7 રૂા.7,700 રોકડ, 3 મોબાઈલ તેમજ વજનકાંટો મળી કુલ 81.52 લાખની મત્તા કબજે કરી આકરી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ ચારેય શખસો મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મગાવી નાના પેકિંગ બનાવી માણસો દ્વારા રાજકોટના કેટલાક વિસ્તારોમાં વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત આ જથ્થો કયાંથી આવ્યો અને અન્ય કેટલા સાગરીતો તેની સાથે સંડોવાયા છે તે અંગે વધુ પુછપરછ માટે રિમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL