જંગલેશ્વર આરએમસી કવાર્ટરમાંથી 96 બોટલ વિદેશી દારૂ કબજેઃ બુટલેગર ફરાર

November 28, 2018 at 4:11 pm


Spread the love

જંગલેશ્વરમાં આવેલ આરએમસી કવાર્ટરમાંથી ભિક્તનગર પોલીસે રૂા.48000ની કિંમતનો 97 બોટલ વિદેશી દારૂ કબજે કરી નાસી ગયેલા નામચીન બુટલેગર સહિત બે શખસોની શોધખોળ આદરી છે.
આ અંગેની વિગત મુજબ ભિક્તનગર પોલીસ મથકના પીઆઈ વી.કે. ગઢવીની સૂચનાથી હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, સલીમભાઈ, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ, વિકમાભાઈ, દેવાભાઈ, વાલજીભાઈ, ભાવેશભાઈ, હિતેષભાઈ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રાેલિંગમાં હતો ત્યારે ભાવેશભાઈ અને દેવાભાઈને મળેલ બાતમીના આધારે જંગલેશ્વરમાં આવેલ આરએમસીના કવાર્ટર્સમાં ખાલી કવાર્ટરમાં સરફરાજ ઉર્ફે લાલો ગફાર ચૌહાણ તથા અમઝદ ઉર્ફે રાણો નામના શખસોએ વિદેશી દારૂનો જથ્થાે રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા સરફરાઝ ઉર્ફે લાલો અને અમજદ ઉર્ફે રાણો નાસી ગયા હતા. પોલીસે કવાર્ટરની તલાશી લેતાં તેમાંથી રૂા.48000ની કિંમતનો 96 બેટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂનો જથ્થાે કબજે કરી નાસી ગયેલા બન્ને બુટલેગરોની શોધખોળ આદરી છે.