જખૌના દરિયામાંથી ૬૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું: કોસ્ટગાર્ડનું ઓપરેશન

May 21, 2019 at 3:41 pm


નશીલા પદાર્થેાની હેરાફેરી માટે ગુજરાતના દરિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી રીતે બે મહિનાના સમયગાળામાં જ કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયામાંથી જંગી માત્રામાં નશીલા પદાર્થેાનો જથ્થો પકડી પાડયો છે. આજે સવારે કોસ્ટ ગાર્ડે જખૌના દરિયામાંથી બીજી વખત ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડયો છે. પાકિસ્તાનના કરાંચીથી નીકળેલા ‘અલ મદીના’ નામના જહાજમાંથી ૬૦૦ કરોડની કિંમતના ૧૯૪ પેકેટ ડ્રગ્સના મળી આવતાં કોસ્ટગાર્ડે જહાજમાં રહેલા ૧૩ લોકોની ધરપકડ કરી હતી.
આ અંગે કોસ્ટગાર્ડના એડીજી વી.એસ.આર.મુર્થીએ જણાવ્યું કે આ જહાજ પાકિસ્તાનના કરાંચીથી નીકળ્યું હોવાની અમને આશંકા છે. હાલ ડ્રગ્સનો જથ્થો પકડી પાડી તેમાં રહેલા ૧૩ જેટલા લોકોની ધરપકડ કરી તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલા જહાજનું નામ ‘અલ મદીના’ છે. ધરપકડ કરાયેલા શખસોની આકરી પૂછપરછ કરી આ જથ્થો કયાંથી લાવ્યા હતા અને કયાં સપ્લાય કરવાનો હતો તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ પકડાયેલા ૧૯૪ પેકેટની કિંમત ૬૦૦ કરોડ જેટલી થવા જતી હોવાનું મૂર્થીએ જણાવ્યું હતું. ડ્રગ્સનું એક પેકેટ એક કિલોનું હોય પકડાયેલો જથ્થો કુલ ૧૯૪૦ કિલો જેટલો થવા જાય છે.
તેમણે ઉમેયુ કે આ પહેલાં પણ પોરબંદરના દરિયામાંથી કોસ્ટગાર્ડે ૫૦૦ કરોડની કિંમતનું ૧૦૦ કિલો હેરોઈન પકડી પાડયું હતું. પોરબંદરમાં બનેલી આ ઘટનામાં તો જહાજમાં સવાર લોકોએ કોસ્ટગાર્ડને જોતાની સાથે જ દરિયામાં કૂદકા લગાવ્યા હતા અને જહાજને ઉડાવી દીધું હતું આમ છતાં કોસ્ટગાર્ડે તેમાં રહેલા જથ્થાને પકડી પાડયો હતો.

Comments

comments

VOTING POLL