જતીન મહેતાનો જમણો હાથ સુરતનો મુસ્તફા લાકડાવાલા ફરાર

February 7, 2019 at 6:18 pm


વિજય માલ્યા બાદ બીજા નંબરના મોટા કહી શકાય તેવા રૂા.6800 કરોડના કૌભાંડના મુખ્ય પાત્ર વિનસમ ગ્રુપના જતીન મહેતાનો જમણો હાથ ગણાતો સુરતનો મુસ્તફા લાકડાવાલા દેશ છોડી નાસી ગયો છે.
સુરતના ડાયમંડ જગતનો માંધાતા ગણાતો લાકડાવાલા જતીન મહેતાના મહા કૌભાંડનો કારીગર છે. વિનસમ ગ્રુપના બધા એકાઉન્ટ તેજ હેન્ડલ કરે છે. આ કૌભાંડની તપાસ કરી રહેલ એજન્સીનાં વતુર્ળોએ એવી માહિતી આપી છે કે, સુરતમાં અધિકારીઆે ગયા ત્યારે લાકડાવાલા કયાં છે તેની કોઈ જાણકારી જ મળી નથી. રહી રહીને તંત્રને ખબર પડી છે કે, લાકડાવાલા તો છેલ્લા ઘણા સમયથી દેશમાં જ નથી અને કયાંય પત્તો મળતો નથી. અંતે તપાસ એજન્સીને એવી બાતમી મળી છે કે, લાકડાવાલા પોતાના પરિવાર સાથે થાેડાક માસ પહેલાં જ દેશ છોડી ગયો છે. નીરવ મોદીના કૌભાંડ બાદ સીબીઆઈ વિસિમ કૌભાંડની ફાઈલો પરથી ફરી ધૂળ ખંખેરશે તે વાતનો અંદાજ લાકડાવાલાને આવી ગયો હતો અને તે પોબારા ગણી ગયો છે.
દેશની કુલ 13 બેન્કોના વિસિમ ગ્રુપ પર રૂા.6800 કરોડ લેણા નીકળે છે. 2013માં આ કંપની ડિફોલ્ટ થઈ હતી. ત્યારબાદ આ કંપનીના સંચાલક-માલિક જતીન મહેતાએ ભારત છોડી સેન્ટ કીટસની નાગરિકતા લઈ લીધી હતી. ગયા વર્ષે સીબીઆઈએ વિસિમના અધિકારી હસમુખ શાહની ધરપકડકરી હતી. શાહ સતત મહેતાના સંપર્કમાં હતો. જતીન મહેતાના પૂર્વ સલાહકારના જણાવ્યા મુજબ જતીનની પત્ની સોનિયા મહેતાની આેવરસીઝ સિટીઝન આેફ ઈન્ડિયાના સ્ટેટસનો રિવ્યુ થઈ રહ્યાે છે.

Comments

comments

VOTING POLL