જન્મ-લગ્ન-મરણ રજિસ્ટ્રેશન માટે બનશે કોર્પોરેટ સ્ટાઈલ આેફિસ

September 11, 2018 at 3:19 pm


રાજકોટ મહાપાલિકામાં આવતાં અરજદારોમાં સૌથી વધુ અરજદારો જન્મ-લગ્ન-મરણ નાેંધણી શાખામાં આવતા હોય છે અને એક અંદાજ મુજબ દરરોજ સરેરાશ 500થી વધુ અરજદારો આ શાખામાં આવતા હોય છે.

દરમિયાન હવે જન્મ-લગ્ન-મરણ નાેંધણીનો દાખલો મેળવવા કચેરીના ધરમધક્કા ખાતાં અરજદારો માટે ખુશખબર છે કે ઢેબર રોડ સ્થિત મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ટૂંક સમયાં જન્મ-લગ્ન-મરણ નાેંધણી માટે કોર્પોરેટ સ્ટાઈલની આેફિસ શરૂ કરવામાં આવનાર છે.

1947થી 2018 સુધીનું જન્મ-મરણ નાેંધણીના તમામ રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન કરાશે.

આેનલાઈન એપ્લીકેશન સ્વીકારશે અને આેનલાઈન સટિર્ફિકેટ અપાશે
આગામી દિવસોમાં જન્મ-લગ્ન અને મરણ નાેંધણીની અરજીઆે પણ આેનલાઈન િસ્વકારાય અને સટિર્ફીકટ પણ આેનલાઈન અપાય તેવી વ્યવસ્થાનું નિમાર્ણ કરવા કાર્યવાહી શરૂ કરાય છે. તદ્ઉપરાંત અરજી કર્યા બાદ અરજી કયા તબક્કે પહાેંચી છે તે પણ અરજદાર આેનલાઈન જોઈ શકે તેવી સિસ્ટમ કાર્યરત થશે.

ડિઝિટલ સિગ્નેચરનો પ્રાેજેક્ટ દસ-દસ વર્ષથી અધૂરો…!

રાજકોટ મહાપાલિકામાં વર્ષ 2008માં તત્કાલિન મ્યુનિ.કમિશનર ડો.દિનેશ એચ.બ્રûભટ્ટે જન્મ-મરણ નાેંધણી શાખામાં લાગતી લાઈનો ‘સાહેબની સહી બાકી હોવાના કારણે લાગે છે !’ તેવું જાÎયા બાદ બર્થ અને ડેથ સટિર્ફીકેટમાં અધિકારીની ડિઝિટલ સિગ્નેચર કરવા હુકમ કર્યો હતો પરંતુ 10-10 વર્ષ વીતી ગયા બાદ પણ હજુ સુધી ડિઝિટલ સિગ્નેચર શરૂ કરાઈ નથી અને મેન્યુઅલ સિગ્નેચર જ કરાય છે !

એરકંડીશન વેઈટિંગ લોન્જ બનશે, મ્યુઝિક સિસ્ટમ મુકાશે

મહાપાલિકામાં નિમાર્ણ થનારી કોર્પોરેટ સ્ટાઈલ આેફિસમાં અરજદારો માટે એરકંડીશન વેઈટિંગ લોન્જ બનાવવાનું આયોજન છે. (હાલમાં અરજદારોને બેસવા માટે પૂરતી ખુરશી પણ ઉપલબ્ધ નથી) તદ્ઉપરાંત નવી આેફિસમાં અરજદારોના મનોરંજન માટે એફએફ, મ્યુઝિક સિસ્ટમ, ટેલિવિઝન જેવી સુવિધાઆે પણ મુકવામાં આવશે.

અરજદારોની લાઈન નહી લાગેઃ કેટેગરાઈઝડ કાઉન્ટર બનાવાશે

મહાપાલિકાની જન્મ-મરણ નાેંધણી શાખામાં હજુ પણ અરજદારોની લાંબી લાઈનો નજરે પડે છે. આ પરિસ્થિતિ નિવારવા આગામી દિવસોમાં કોર્પોરેટ સ્ટાઈલ આેફિસ બનાવાશે જેમાં પાસપોર્ટ-વિઝાના અરજદારો માટે અલગ હેલ્પ ડેસ્ક, શહેર બહારના અરજદારો માટે અલગ ડેસ્ક તેમજ સ્થાનિક શહેરીજનો માટે અલગ ડેસ્ક તેમ 10થી વધુ કેટેગરાઈઝડ કાઉન્ટર બનાવાશે જેથી કામગીરી વધુ ઝડપી બનશે.

મેરેજ રજિસ્ટ્રેશન બ્રાન્ચને સિવિક સેન્ટરમાં કરાશે શિફટ

ઢેબર રોડ સ્થિત મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં કાર્યરત મેરેજ રજિસ્ટ્રેશન બ્રાન્ચની શાખા કચેરીને હવે જન્મ-મરણ નાેંધણી કચેરી સાથે જ કાર્યરત કરવા નિર્ણય કરાયો છે. હવેથી નવી કોર્પોરેટ સ્ટાઈલ આેફિસ બન્યા બાદ મેરેજ રજિસ્ટ્રેશનની કામગીરી પણ સિવિક સેન્ટરમાંથી થઈ શકશે.

Comments

comments