જમાઈએ દહેજ લેવાની ના પાડતા, સાસરીયાઓએ આપ્યા 1 લાખ રૂપિયાના પુસ્તકો

May 24, 2019 at 11:45 am


૨૧મી સદી એટલે કે ટેકનોલોજીના યુગમાં પણ ભારતમાં હજી ક્યાંકને ક્યાંક લોકોની વિચારધારા જુના પુરાના જમાના જેવી જ છે. એમ પણ કહી શકાય કે, ભારતના લોકોની વિચારધારા હજી જડમુળમાંથી બદલી નથી. એજ્યુકેટેડ લોકો પણ લગ્ન સમયે કન્યાપક્ષ સામે દહેજની મોટી-મોટી શરતો મૂકતાં હોય છે. ત્યારે દહેજની ઘટનાને લઈને કોલકાતાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અને આ કિસ્સાએ દેશના સૌ લોકોનું દિલ જીતી લીધું છે.

કોલકાતાના રહેવાસી 30 વર્ષીય સૂર્યકાંત બરીક વ્યવસાયે સ્કૂલ ટીચર છે. લગ્ન પહેલાં જ તેણે તેના સાસરીપક્ષને કહી દીધું હતું કે, હું કોઈ પણ પ્રકારનું દહેજ સ્વીકારીશ નહીં. આ વાત કન્યા તેમજ કન્યાપક્ષ્ને ખુબ જ ગમી હતી ત્યારે રાજીખુશીથી કન્યાપક્ષે જમાઈને દહેજમાં 1 લાખના ૧૦૦૦ પુસ્તકો આપી અનોખી પહેલ કરી હતી.

Comments

comments

VOTING POLL