જમીન હડપ કરનાર બાગ-કોડાયના ત્રણ આરોપી જેલ હવાલે

February 8, 2018 at 9:08 pm


જમીન માફીયાઆેમાં ફફડાટ

જમીન હડપ કરનાર બાગ કોડાયના ત્રણ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. માંડવી તાલુકાના કોડાય ગામે આવેલ સવેૅ નં. રપ9/ર અને ર87/1 વાળી જમીન જેના મુળ માલીક મેઘજી વેલજી રાજગાેર હતા. જેનું અવસાન અને 197પમાં થઈ ગયેલ હતું. જેના સીધી લીટીના વારસદાર નવીનચંદ્ર, ચુનીલાલ, હંસાબેન, જવેરબેન હતા. પણ પિતાના અવસાન બાદ ચાર વારસદારોએ પાેતાની અજ્ઞાનતાના કારણે પાેતાની જમીન રેકોર્ડમાં વારસાઈ નાેંધ – એન્ટ્રી પાડેલ ન હતી.

વર્ષ ર007માં આરોપી ચુનીલાલે જમીનમાં વારસાઈ કર્યા વગર ઉપરોક્ત જમીન મોહન રામજી રાજગાેરને ફરીયાદી નવીનચંદ્ર મેઘજી રાજગાેરની બનાવટી સહી કરી દસ્તાવેજ બનાવી આપેલ અને દસ્તાવેજ રેવન્યુ રેકર્ડમાં નાેંધ પડાવવા જતા મામલતદારે વારસાઈ નાેંધ કરેલ નહીં જેથી તે જમીન મેઘજી વેલજી રાજગાેરના નામે જ રહેલ હતી.

બાદ આરોપી ચુનીલાલે બીજા આરોપી મોહન રામજી, મુરજી રામજી સાથે મળીને વર્ષ ર013માં વારસાઈ પંચનામુ બનાવેલ જેમાં હકીકતના બે બહેનાે વારસદારના નામો લખેલ ન હતા. અને બીજા દિવસે તા. 14-3-13ના આરોપી ચુનીલાલે નાેટરી રૂબરૂ વારસાઈ બાબતે ખોટુ સાેગંદનામું કરેલ અને ખોટા સાેગંદનામા આધારે મામલતદાર કચેરી ખાતે કાચી નાેંધ પડાવેલ જે કાચી નાેંધ સામે ફરીયાદી નવીનચંદ્રએ વાંધા અરજી આપતા નાેંધ નામંજુર થયેલ અને ઉપરોક્ત ખોટા કાવતરા બનાવટી સહીઆે – આધારોને ખરા તરીકે ઉપયોગ કરવા બાબતે જમીન હળપવા માટે કામગીરી કરતા ગુનાે કર્યા બાબતે ફરીયાદીએ વર્ષ ર014માં કોર્ટમાં એઈમ કેસ દાખલ કરેલ ત્રણ આરોપીઆે વિરૂદ્ધ અને દસ્તાવેજોમાં ખોટી સહીઆે – ખોટા પંચો, વારસદારોના સાહેદોના ખોટા દસ્તાવેજી પુરાવાના નમુનાઆે એફએસએલમાં મોકલાવેલ જે રીપાેર્ટ વર્ષ ર017ના અંતમાં આવતા રીપાેર્ટમાં ખોટી દસ્તાવેજી સહીઆે હોવાનું સાબિત થતાં આરોપી મુરજી રામજી, ચુનીલાલ મેગજી, મોહન રામજીની માંડવી પાેલીસે અટક કરી કોર્ટમાં રજુ કરેલ અને કોર્ટ ત્રણેય આરોપીને પાલારા જેલ હવાલે કરવાનું હુકમ કરેલ હોવાનું માંડવીના પી.આઈ.એમ.આર.ગામેતીએ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL