જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં બરફનું તોફાન: 3 જવાનોના મોત

February 3, 2018 at 10:26 am


જમ્મૂ-કાશ્મીરના ઉત્તરમાં આવેલા કુપવાડા જીલ્લામાં ભારે હિમસ્ખલન થયું હતું. માછિલ સેક્ટરમાં સ્થિત આર્મી પોસ્ટ હિમસ્ખલનની લપેટમાં આવી જતા સેનાના 3 જવાનો મોતને ભેટ્યાં હતાં. એક જવાન ઘાયલ થઈ ગયો હતો.
સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એલઓસી નજીક માછિલ સેક્ટરમાં સોના પાંડી ગલી (એસપીજી)માં સાંજે સાડા ચાર વાગ્યે હિમસ્ખલન થયું હતું. જેના કારણે ત્યાં સ્થિત સેનાની 21 રાજપૂત પોસ્ટ તેની ઝપટમાં આવી ગઈ હતી.
અધિકારીના જણાવ્યા પ્રમાણે 4 જવાનો હિમસ્ખલનની ઝપટમાં આવી ગયાં હતાં. જવાનોને શોધવા તત્કાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. થોડી જ કલાકોમાં જવાનો બરફ નીચે દટાયેલી હાલતમાં મળી આવ્યાં હતાં.

તેમને જણાવ્યું હતું કે એક જવાનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 2 જવાનોના મોત શ્રીનગર સ્થિત 92 બેસ હોસ્પિયલ બાદામીવાગમાં લઈ જતા થયાં હતાં. હિમસ્ખલનમાં બિપ્નિ નામના એક જવાનની સારવાર ચાલી રહી છે જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.
અધિકારીના જણાવ્યા પ્રમાણે મૃત્યું પામેલા ત્રણેય જવાનોની ઓળખ કરી લેવામાં આવી છે. મૃત જવાનોમાં કમલેશ કુમાર, નાયક દલબીર અને રાજીંદરનો સમાવેશ થાય છે.

Comments

comments