જમ્મુ-કાશ્મીર અને લદાખ માટે નવા વર્ષે નવી સફર અને નવી ઉમ્મીદો

November 2, 2019 at 11:00 am


ધરતીના સ્વર્ગ જમ્મુ-કાશ્મીર અને લદાખે ગુરૂવારે એક નવા સફરની શરૂઆત કરી છે અને વિશ્વભરમાં તેની ચર્ચા છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન વિધેયક 2019 મુજબ આ રાજ્ય હવે બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વિભાજીત થઈ ગયું છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે પાછલી પાંચમી આેગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કલમ 370 અને કલમ 35 એ મારફત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી જોગવાઈઆેને સમાપ્ત કરવાનું ઐતિહાસિક એલાન કર્યુ હતું અને કાશ્મીરના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ સાથે વિરોધનો વંટોળ ઉભો થયો હતો અને સ્થાનિક નેતાઆેને નજરબંધ કરવામાં આવ્યા હતાં અને જમ્મુ કાશ્મીરમાં લાંબા સમય સુધી ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનની સેવા બંધ રાખવી પડી હતી.
હવે જમ્મુ-કાશ્મીરમાં પાેંડીચેરી જેવી વિધાનસભા હશે જયારે લદાખમાં વિધાયિકા વગર ચંદીગઢ જેવું હશે. નવી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 107 સભ્યો છે જેમની સંખ્યા પરિસીમન બાદ વધીને 114 થઈ જશે.
જમ્મુ-કાશ્મીરમાં હવે ઘણું બધું બદલાઈ ગયું છે. રાજ્યપાલની જગ્યાએ હવે જમ્મુ-કાશ્મીર અને લદાખમાં ઉપરાજ્યપાલ આવી ગયા છે. શરૂઆતમાં બન્નેની હાઈકોર્ટ એક જ હશે પરંતુ એડવોકેટ જનરલ અલગ અલગ હશે.
જમ્મુ કાશ્મીર વિધાનસભા દ્વારા પસાર થયેલા તમામ વિધેયક મંજૂરી માટે ઉપરાજ્યપાલ સમક્ષ મોકલવામાં આવશે. હવે ઉપરાજ્યપાલ ખરડાઆેને મંજૂરી આપી શકે છે, રોકી શકે છે અથવા બીજી વખત વિચાર કરવા માટે ફરી વિધાનસભાને પરત મોકલી શકે છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપનારા 150થી વધુ જૂના કાયદા હવે સમાપ્ત થઈ ગયા છે અને 100થી વધુ નવા કાયદાઆે લાગુ થઈ ગયા છે.
એક હકીકત ખુબ સ્વાભાવિક છે કે વર્ષોથી ચાલી રહેલી એક સીસ્ટમને નવા સ્વરૂપમાં લાવવામાં થાેડો સમય લાગે છે અને તેને સ્વીકારવામાં પણ સમય લાગે છે. આમ પણ વિચારકો એમ કહી ગયા છે કે પરિવર્તન હંમેશા શરૂઆતમાં કડવું લાગે છે પરંતુ તેના ફળ લાંબા સમય બાદ શરૂ જાય છે.
કલમ 370 અને 35 એ ને હટાવી દેવાના મામલા સુપ્રીમ કોર્ટમાં છે અને 14મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી થવાની છે. વિશેષજ્ઞોનો પ્રñ એવો છે કે જો કોર્ટે તેને પુનરાવલોકન માટે જરૂરી ગણાવ્યું તો પછી શું થશે ં પરંતુ જે થાય તે અત્યારે તો સૌથી મોટી જરૂરત કાશ્મીરીઆેને આ પરિવર્તન માટે રાજી કરવાની છે.
જમ્મુ-કાશ્મીરની જનતામાં મિશ્ર પ્રતિભાવો અત્યાર સુધી મýયા છે. ઘણા લોકો આ પરિવર્તનનો વિરોધ કરે છે તો ઘણા લોકો તેને ટેકો પણ આપી રહ્યા છે અને લાંબા ગાળે જમ્મુ-કાશ્મીર તથા લદાખનો ઝડપી વિકાસ થશે તેવો વિશ્વાસ તેમના હૈયે ધરબાયેલો છે.
જો કે કેન્દ્ર સરકાર શરૂઆતથી જ એમ કહી રહી છે કે સરકારે કલમ 370 અને 35 એ હટાવવાનો નિર્ણય કાશ્મીરીઆેના હિતમાં લીધો છે. કેન્દ્ર સરકારની તમામ યોજનાઆેનો લાભ અને કાયદાઆેનો લાભ જનતાને મળે તેવો સરકારનો હેતુ છે અને આ રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી જ આ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થામાં ખુબ જલ્દી આપણે આ વાતને સાબિત કરવાની છે અને તે સરકાર સામે એક મોટો પડકાર પણ છે.
જમ્મુ-કાશ્મીર ખીણના લોકોમાં અનેક પ્રકારની આશંકાઆે પેદા થઈ ગઈ છે. એમને એવો ભય લાગી રહ્યાે છે કે બહારના લોકો આવીને એમના સંશાધનોનો દુરૂપયોગ કરશે અને સ્થાનિક સંસ્કૃતિને ખતમ કરી દેશે.
લોકોની અંદર આ પ્રકારનો જે ભય બેસી ગયો છે તેને દૂર કરવાની અત્યારે સખત જરૂરિયાત છે અને સરકારે આ દિશામાં ખુબ જ સqક્રય રહેવું પડશે તેવું દેખાય છે.
કાશ્મીરની જનતાને એવો વિશ્વાસ અપાવવો પડશે કે જો કાશ્મીરમાં દેશભરમાંથી રોકાણકારો ઉમટી પડે અને કરોડો અબજોનું રોકાણ કરે તેમજ દેશભરના ઉદ્યાેગપતિઆે ત્યાં આવીને ઉદ્યાેગો સ્થાપે તો તેનો સૌથી વધુ લાભ ત્યાંની સ્થાનિક પિબ્લકને મળશે. આ પ્રકારનો વિશ્વાસ દેવડાવવો એ ખુબ જ કઠીન કામ છે.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ ગીરીશચંદ્ર મુમુર્ માથે બહુ મોટી જવાબદારી આવી પડી છે પરંતુ તેઆે કાબેલ અને કુશળ અધિકારી છે. વહીવટીતંત્ર અને જનતા વચ્ચે વધુમાં વધુ સંવાદ કેળવાય તેવું વાતાવરણ ઉભું કરવાનો એમની સામે પડકાર છે.
એટલું જ નહી બલ્કે કાશ્મીર ખીણના વિકાસની પ્રqક્રયામાં ત્યાંના રાજકારણીઆેને પણ સાથે લેવા પડશે. કાશ્મીરી લીડરોને એવું લાગવું જોઈએ નહી કે એમની પાસેથી કંઈક છીનવાઈ ગયું છે.
આમ તો અત્યારે સમગ્ર દેશની જવાબદારી છે કે જમ્મુ-કાશ્મીર અને લદાખની આ નવી યાત્રામાં તેઆે ત્યાંની જનતાનો હાથ પકડે અને તેને આગળ વધારે. નવા સફરની નવી ઉમ્મીદો આકાર લઈ ગઈ છે. એક ઐતિહાસિક નિર્ણય જે મોદી સરકારે લીધો હતો તેનો અમલ શરૂ થયો છે અને જે અશકય લાગતું હતું તે બધું શકય બની રહ્યું છે માટે તેને સ્વીકારવામાં થાેડો સમય લાગશે. આમ જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી આ રાજયનો જરાપણ વિકાસ થયો નથી.
પાકિસ્તાન પ્રેરીત આતંકવાદના પાપે જમ્મુ-કાશ્મીર રાજ્યની રોનક બગાડી નાખી છે અને આતંકીઆેને કાબૂમાં રાખવા માટે ભારત સરકારે જે પગલાં લીધા છે તે પણ અત્યંત સરાહનીય છે અને વિશ્વ આખું તેને ટેકો આપે છે. નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે જમ્મુ-કાશ્મીર, લદાખની જનતાને આપણે પણ હેપ્પી ન્યૂ યર એવરી યર કહીએ.

Comments

comments