જમ્મુ-કાશ્મીર: હંદવાડામાં સેનાએ 2 આતંકવાદીને ઠાર માર્યા

September 11, 2018 at 10:55 am


જમ્મુ-કાશ્મીરનાં કુપવાડાનાં હંદવાડામાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં સુરક્ષાદળનાં જવાનોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે.
સર્ચ ઓપરેશન આજે વહેલી સવારથી જ હાથ ધરવામાં આવ્યું હતું. સવારે 7.30 વાગ્યા પહેલાં સુરક્ષા જવાનો દ્વારા બે આતંકવાદીઓને ઠાર મારી નાખ્યા હતાં. આ ઘટનાં કુપવાડાનાં હંદવાડા ગામનાં ગુલૂરા વિસ્તારમાં બની હતી. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. હજુ ત્યાં અન્ય આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી છે.
પોલીસે જણાવ્યું કે, આ હુમલામાં કયા અને કેટલા આતંકીઓ સામેલ હતા તે વિશેની તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલાં 8 ઓગસ્ટે સોપોરમાં આતંકીઓએ એક હકીમ ઉર રહમાન સુલ્તાની નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે જ આતંકીઓએ અનંતાનાગ જિલ્લામાં એક પોલીસ પોઈન્ટ પર હુમલો કર્યો હતો. તેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અને એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો.

Comments

comments