જયપુરમાં આજે બટલરથી બચ્યા તો મુંબઈનો થશે જયજયકાર

April 20, 2019 at 10:23 am


ઝઝૂમતી હાલતમાં સમયની વિરુદ્ધમાં દોડી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની આજે બપોરે અહીં રમાનારી વળતી મેચમાં પોતાના સંગ્રામને વધુ વેગ આપવા મુંબઈ ઈન્ડિયન્સ સામે ફરી વિજય મેળવી બેવડી સફળતા હાંસલ કરવાનો પ્રયાસ કરશે. પોતાની આઠ મેચમાંથી છ પરાજય અને બે વિજય સાથે આયોજક રોયલ્સની ટીમ આઠ ટીમની આ સ્પધર્નિા પોઈન્ટ-કોષ્ટકમાં હાલ છેક સાતમા ક્રમે છે અને અતિ જરૂરી રહેતો વિજય મેળવી તે ફરી સફળતાના માર્ગે આવવાનો પ્રયત્ન કરશે.

રોયલ્સની ટીમે ગયા શનિવારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમને મુંબઈમાં ચાર વિકેટથી હરાવી હતી અને રોયલ્સના ખેલાડીઓ તેઓની આ સફળતામાંથી નવો જુસ્સો પ્રાપ્ત કરી હવે પોતાના ઘરઆંગણે પણ ફરી જીતવા તત્પર હશે. પણ, અહીંના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રોયલ્સની ટીમનો દેખાવ પ્રભાવશાળી નથી કે જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે હાંસલ થયેલા એકમાત્ર વિજય સિવાય તે ઘરઆંગણે ત્રણ મેચ હારી ગઈ છે.

ઈંગ્લેન્ડનો જોસ બટલર રોયલ્સની ટીમનો મુખ્ય રનકતર્િ બન્યો છે જેણે 13મી એપ્રિલે વાનખેડેમાં મુંબઈ સામે ચાર વિકેટથી વિજયમાં 43 બોલમાં 83 રન ફટકાયર્િ હતા, પણ ટીમના અન્ય બેટ્સમેનો કાંઈ ખાસ કરી શક્યા નથી. આ વેળાની આઈ. પી. એલ.માં પ્રથમ સદી નોંધાવેલ સંજુ સેમસન પણ તેના છેલ્લાં બે દાવમાં નિષ્ફળ રહ્યો છે. કેપ્ટન અને ઓપનિંગ બેટધર અજિંક્ય રહાણે તેના દાવની સારી શરૂઆત કરતો રહ્યો છે, પણ કોઈ મોટો સ્કોર કરી શક્યો નથી. છેલ્લી મેચમાં નીચલા ક્રમે રમવા આવવાના તેના નિર્ણયે ઈચ્છુક પરિણામ લાવી આપ્યું ન હતું અને રોયલ્સની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ સામે મોહાલીમાં વિજય માટે 182 રનના આંકે પહોંચી શકી ન હતી. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઈંગ્લેન્ડના ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સ જેવા મહાન ખેલાડી પણ કોઈ અસાધારણ દેખાવ કરી શક્યા નથી.

જોફરા આર્ચર અને શ્રેયસ ગોપાળની ઝડપી-સ્પ્નિ બોલરોની જોડીએ સારી કામગીરી બજાવી છે, પણ બાકીના ગોલંદાજ સાધારણ લાગ્યા છે તથા છેવટની ડેથ ઓવરોમાં બહુ ખચર્ળિ પુરવાર થયા છે. છેલ્લી મેચમાં રાહુલ ત્રિપાઠીએ ઉપલા ક્રમે રમતા 45 બોલમાં 50 રન કરી સારી છાપ પાડી હતી, પણ અડધી સદીએ પહોંચ્યા પછી તેણે પોતાની વિકેટ ફેંકી દીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સારા ફટકાબાજ બેટ્સમેન, કાબેલ બોલર અને યોગ્ય ઓલ-રાઉન્ડર ખેલાડીઓ છે.

ત્રણ વેળા સ્પધર્નિો તાજ જીતી ચૂકેલ મુંબઈ ઈન્ડિયન્સે ગુરુવારે રાતે દિલ્હી કેપિટલ્સ સામે 40 રનથી સરળ વિજય મેળવી બીજું સ્થાન પ્રાપ્ત કયુર્ં હતું અને આગલી મેચમાં રોયલ્સ સામે પોતાની હારનો બદલો લેવા તથા સ્પધર્નિા નોક-આઉટ તબક્કા તરફ આગેકૂચ કરવા તે મક્કમ હશે. કેપ્ટન રોહિત શમર્એિ છેલ્લી મેચમાં ટી-20 ક્રિકેટની તેની કારકિર્દીમાં 8,000 રન પૂરા કયર્િ હતા અને તેણે તથા ક્યુન્ટન ડી કોકની જોડી મુંબઈ ઈન્ડિયન્સને દાવની શરૂઆતમાં મજબૂત પાયો નાખી આપતી રહી છે તથા પંડ્યા ભાઈઓ-હાર્દિક અને કૃણાલ ઉપરાંત, ફટકાબાજ બેટધર કિરોન પોલાર્ડે ટીમનો જુમલો વિકસતો રાખ્યો છે.

મુંબઈની ટીમમાં છેવટની ડેથ ઓવરો માટે જસપ્રીત બુમરાહ અને શ્રીલંકાના પીઢ લાસિત મલિન્ગા જેવા બે શ્રેષ્ઠ બોલર છે. બુમરાહે અત્યાર સુધીમાં નવ મેચમાં રમી કુલ દસ વિકેટ ઝડપી છે. કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સના વિજયમાં યુવાન લેગ-સ્પ્નિર રાહુલ ચાહરે ત્રણ વિકેટ ઝડપી હતી અને હંમેશાં આધારપૂર્વક રહેતો કૃણાલ પણ હરીફ બેટ્સમેનોને મુસીબતમાં મૂકતો રહ્યો છે. બંને ટીમ વચ્ચે કુલ 22 મુકાબલા રમાઈ ચૂક્યા છે જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 11 મેચ જીતી છે અને રોયલ્સની ટીમ 10 વેળા સફળ રહી હતી તથા 2009માં એક મેચ વરસાદના કારણે પડતી મૂકવામાં આવી હતી. મેચની શરૂઆત: બપોરે 4 વાગ્યે.

Comments

comments