જયહિન્દ…જયભારત….

January 4, 2019 at 2:49 pm


વિદ્યાર્થીઆેમાં દેશભિક્તની ભાવના જાગે તેવા હેતુ થી સ્કુલ- કોલેજમાં વિદ્યાર્થીની હાજરી પુરાવતી વખતે જયહિન્દ બોલવાનો નિયમ બનાવાયો છે અને ઘણાં લોકોને તેના ઉપર ચર્ચા કરવાની ખુજલી ઉપડી છે. ગમે તે વાતમાં ચર્ચા અને નિવેદનો ન કરે તો કેટલાક લોકોને પેટ પણ સાફ નથી આવતું. એમ તો આપણા નેતાલોગ પણ કેટલા બધા દેશભક્ત છે કે, દરેક સભામાં દરેક ભાષણના અંતે તેઆે જયહિન્દ કે જયભારત બોલવાનું ચુકતા નથી. ગલીનો કોર્પોરેટર હોય કે દેશના વડાપ્રધાન હોય બધા જ વારંવાર પોતાની દેશભિક્તનું પ્રમાણપત્ર આપતા રહે છે. જો કે, જયહિન્દ કે જયભારત ન બોલે કે વંદેમાતરમ ન ગાય એ દેશભક્ત નથી તેમ માની ન લેવાય. ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પડી વિદ્યાર્થીઆેને તેમની એટેન્ડન્સ વખતે યસ સર કે યસ મેડમ બોલવાને બદલે જયહિન્દ કે જયભારત બોલવાનો આદેશ આપ્યો છે. દેખીતી રીતે આવા આદેશથી કે પછી તેના અમલથી કોઈ ફેર ન પડે પણ સરકાર એવું માને છે કે,આવું કરવાથી વિદ્યાર્થીઆેમાં દેશભિક્તની ભાવના જાગશે.ખરેખર વિદ્યાર્થીઆેમાં દેશભકિતની ભાવના જગાડવી હોય તો પહેલા શિક્ષકોએ માસ્તરગીરી બંધ કરવી પડે. અથાર્ત વિદ્યાર્થીઆેને સારું અને સાચું જ્ઞાન આપવું પડે. આજનો સમય ચોપડીયા જ્ઞાનનો નથી. આપણી આસપાસની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી પણ વિદ્યાર્થીઆેને આપવી જોઈએ.શિક્ષકોની બેદરકારીને કારણે જ ઇન્ટરવ્યૂ વખતે વિદ્યાર્થીઆે દેશના રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ મેકડોનાલ્ડ્સ કંપનીના માલિક છે તેવા વાહિયાત જવાબો આપે છે. શિક્ષકો વિદ્યાર્થીઆેને જો પાનના ગલ્લે કે નાસ્તાની રેંકડીએ ઉભા રહેતા અટકાવી શકશે તો પણ તે મોટી સેવા ગણાશે.આપણા સૌના મનમાં શિક્ષક પ્રત્યે એક પ્રકારનો આદરભાવ હોય છે પણ આ જ શિક્ષક જયારે વિદ્યાર્થીના ભવિષ્યને ધૂંધળું થવા દેવામાં નિમિત્ત બને ત્યારે તેમના પ્રત્યેનો આદરભાવ જરુર આેછો થઇ જાય છે. ચાલુ ક્લાસે પાનનો ડૂચો ગલોફામાં રાખવો, મોબાઈલમાં ચેટિંગ કર્યે રાખવું, ચોપડીમાં જે છપાયેલું હોય એ એમને એમ વાંચી જવું, પિરિયડ પૂરો થાય એ પહેલા ક્લાસમાંથી બહાર નીકળી જવું, પૂરતી તૈયારી વગર ક્લાસમાં આવવું જેવી કારીગરી કરનારા શિક્ષકોએ પહેલા સુધરી જવું જોઈએ.એકલા શિક્ષકોએ જ નહી પણ શાળા સંચાલકોએ પણ શિક્ષણને વેપારનું માધ્યમ બનાવી દીધુ છે.જે વિદ્યાર્થી ખાનગી ટ્યુશનમાં આવે તે જ ‘પ્રિય’ એવી માનસિકતા પણ શિક્ષકોએ છોડી દેવી જોઈએ. જો કે, સરકારને એ વાતની ખબર હોવી જોઈએ કે, વિદ્યાર્થીઆેની તમામ પ્રકારની ભાવના તેની પાસે રહેલા મોબાઈલમાં અલગ અલગ ફોલ્ડરમાં સેવ થયેલી છે. વિદ્યાર્થીઆેના મોબાઈલમાં ભગવાન જાણે કેટલો ડેટા સચવાયેલો પડéાે હશે. આવા વિદ્યાર્થીઆે સ્કૂલે આવતા આવતા રસ્તામાં પબજી કે પછી તીન પત્તી રમતા હોય છે એટલે આવતા મોડું થઇ જાય છે. આવા મોડા આવેલા વિદ્યાર્થીઆે એટલા બધા બહાના બતાવે છે કે, એમનામાં દેશદાઝની ભાવના આ ભવમાં જાગવી કે જગાવવી લગભગ અશક્ય છે. આમ તો સરકારે સરકારી શાળાઆેમાં આ નિયમને અમલી બનાવવાનું ફરમાન કર્યું છે પરંતુ મુખ્યત્વે ખાનગી શાળાઆેમાં જ યસ સર અને યસ મેડમનું ચલણ વધારે છે ત્યારે ખાનગી શાળાઆેમાં આવા નિયમના અમલીકરણની વધારે જરુરિયાત છે, ખાસ તો અંગ્રેજી માધ્યમની અને તગડી ફી વસુલતી શાળાઆેના બાળકોને દેશદાઝના પાઠ ભણાવવા વધારે જરુરી છે. મોબાઇલની લત પણ ખાનગી શાળાના બાળકોમાં હદ બહાર જોવા મળી રહી છે જે માટે શાળાઆેએ વિવિધ સેમિનાર કરીને તેઆેને મોબાઇલના દુરપયોગ સમજાવવા પડે છે ત્યારે સરકાર નવા વરસે મોબાઇલ પ્રતિબંધ લાગુ કરે તો ચોક્કસ ફેર પડે તેમ લાગે છે. આ પ્રકારના પ્રતિબંધને જો શાળાઆે દ્વારા સખત રીતે અમલી બનાવે તો તો બાળકોની ક્ષમતા અને વિચારોમાં ઘણો બદલાવ લાવી શકાય તેમ છે તેવું કેટલાક તજજ્ઞોનું માનવું છે. બહુધા શાળાઆેમાં મોબાઇલ એલાઉ નથી જ પરંતુ તેમ છતાં શિક્ષકો અને વાલીઆેથી છુપાવીને ઘણાં વિદ્યાર્થીઆે શાળાએ મોબાઇલ લઈ જાય છે. જેમાં સંપર્ક જેવા જેન્યુન કારણ માટે મોબાઇલ લાવનાર વિદ્યાર્થીઆે કરતાં માત્ર ફન માટે મોબાઇલ છુપાવીને લઈ જનારા વિદ્યાર્થીઆેની સંખ્યા વધતી જાય છે. અગાઉ શિક્ષકોને શાળામાં મોબાઇલ ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો પણ હવે તો ક્લાસમાં (ખાસ કરીને સરકારી શાળામાં) શિક્ષકો વોટ્સએપ કે ફેસબુક ઉપર બીઝી જોવા મળી રહ્યા છે. આવા વાતાવરણમાં વાંચે ગુજરાત કે, ભણે ગુજરાત કેવી રીતે સાકાર કરી શકાય તે સમજાય એવું નથી. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા શાળાઆેમાં વિદ્યાર્થીઆેની હાજરી બાબતે કેટલાક સમય પહેલા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર, ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઆે માટે પણ સ્કૂલમાં 80 ટકા હાજરી ફરજિયાત છે.જૂના નિયમો અનુસાર જો વિદ્યાર્થીઆેની પૂરતી હાજરી ન હોય તો તે પ્રાઈવેટ સ્ટુડન્ટ્સ તરીકે બોર્ડની પરીક્ષા આપી શકતા હતા. પરંતુ, નવા નિયમ અનુસાર પ્રાઈવેટ સ્ટુડન્ટ્સ તરીકે પરીક્ષા આપવા માટે પણ આેછામાં આેછી 65 ટકા હાજરી હોવી ફરજિયાત છે.વિદ્યાર્થીઆેમાં દેશભિક્તની ભાવના જગાડવી હોય તો આ નિયમનો યોગ્ય અમલ પણ કરાવવો જરુરી છે. જો કે વિદ્યાર્થીઆે માટે એક રાહતની વાત એ છે કે ગંભીર માંદગીનો શિકાર હોય, માતા અથવા પિતામાંથી કોઈનું અવસાન થયું હોય અથવા એન.સી.સી. કે એન.એસ.એસ.કેમ્પમાં ભાગ લીધો હોય તેવા વિદ્યાર્થીઆેને 15 ટકા છૂટ આપી છે. આ સિવાય જો કોઈ વિદ્યાર્થીને હાજરીમાં છૂટ જોઈતી હોય તો તેના માતા-પિતાએ સ્કૂલના આચાર્ય સમક્ષ રજુઆત કરવાની રહેશે,ઘણા વિદ્યાર્થીઆે આવી છૂટછાટનો લાભ મેળવતા રહે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે, ખાલી ક્લાસમાં જયહિન્દ કે જયભારત બોલાવડાવવાથી વિદ્યાર્થીઆેમાં એક પણ પ્રકારની ભાવના જાગૃત નહી થાય. આવું કરવા માટે તો એકડે એક થી શિક્ષણ નીતિમાં ફેરફાર કરવો પડે.

Comments

comments

VOTING POLL