જયોર્જિયામાં હજારો ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશવાની મનાઈ

April 11, 2018 at 11:04 am


અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓ અને ટેકનોલોજીના નિષ્ણાતો માટે કડક નિયમો બનાવ્યા બાદ જયોર્જિયા નામના નાનકડા દેશે પણ ભારત-વિરોધી વલણ અપ્નાવ્યું છે.
સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને વેલીડ વિસા હોવા છતાં જયોર્જિયામાં પ્રવેશ આપવાનો ઈનકાર કરી દેવાયો છે અને ભારતીય વિદ્યાર્થીઓ રઝળી પડયા છે.
કેન્દ્રીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આ બાબતને ગંભીર ગણીને જયોર્જિયા દેશના વડાઓ સાથે વાતચીત શ કરી છે અને ભારત તરફથી નારાજી દશર્વિી છે.
જયોર્જિયાના વિદેશ મંત્રી મિખાઈલ જેનેલીઝ સાથે સુષ્મા સ્વરાજે વાત કરી છે એમણે આ મેટરમાં પર્સનલ રસ લઈને સમાધાન કરાવવાની ખાતરી આપી છે.
ડિપોર્ટ કરાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને એમના વાલીઓએ સુષ્મા સ્વરાજને ફરિયાદ કરીને બદી માહિતી આપી હતી અને તત્કાળ ન્યાય અપાવવા રજૂઆત કરી હતી.
આ રજૂઆતના જવાબમાં સુષ્મા સ્વરાજે એમ કહ્યું છે કે, અમને આ બાબતની માહિતી મળી ગઈ છે અને અમે અમારી રીતે પ્રશ્ર્ન નિપટાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.
સુષ્માએ જયોર્જિયાના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી સહિત અનેક મંત્રીઓ સાથે આ મુદે ભારતની ચિંતા પહોંચાડી છે અને ટૂંક સમયમાં પ્રશ્ર્ન હલ થઈ જવાની આશા છે.
આ ઉપરાંત અમેકિમાં એક ભારતીય પરિવાર એકાએક ગુમ થઈ ગયો છે અને આ બાબતે પણ સુષ્માએ અમેરિકી તંત્ર સાથે વાતચીત શ કરી છે.
ભારતીય પરિવાર સાનફ્રાન્સિસ્કોથી પોર્ટલેન્ડ જવા નીકળ્યો હ્તો ત્યારે રસ્તામાંથી એકાએક ગુમ થઈ જતાં ભારતીયોમાં ભારે ચિંતા ફેલાઈ છે.

Comments

comments

VOTING POLL