‘જય પરશુરામનાં જયઘોષ સાથે સૌરાષ્ટ્રમાં વિશાળ શોભાયાત્રાઃ ભૂદેવો ભિક્તમાં લીન

May 7, 2019 at 11:17 am


‘જય પરશુરામ’નાં જયનાદ સાથે આજે સૌરાષ્ટ્રભરમાં પરશુરામ જન્મોત્સવની બ્રûસમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર ગણાતા અને બ્રાûણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની જન્મજયંતી ઉજવવા બ્રûસમાજ દ્વારા તૈયારીઆે કરાઈ હતી. આજે સવારે પરશુરામનાં પૂજન-અર્ચન, મહાઆરતી બાદ બપોરે ભવ્યશોભાયાત્રા નીકળી હતી. જેમાં ભગવાન પરશુરામની વિશાળ મૂતિર્, તેમના જીવન ચરિત્રની ઝાંખી કરાવતા અદભૂત ફલોટસ સાથે શહેરનાં રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં સાફા સાથે સં યુવતીઆે અને યુવાનો પર બહોળી સંખ્યામાં જોડાયા હતા.

રાજકોટ, જામનગર, ટંકારા, મોરબી, ધોરાજી, જસદણ, ઉપલેટા, જેતપુર, ગાેંડલ, અમરેલી, સુરેન્દ્રનગર, વાંકાનેર, ભાવનગર, સાવરકુંડલા સહિત ગામે ગામે પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જયંતી સાથે આજે અખાત્રીજ, જૈનોનાં વરસીતપનાં પારણા સાથે શુભ દિવસ હોય સવારથી પ્રસંગોની ઉજવણીમાં સૌરાષ્ટ્રવાસીઆે વ્યકત થયા છે.

મોરબી
મોરબીમાં સમસ્ત બ્રûસમાજ દ્વારા સાંજે 4 કલાકે પરશુરામ શોભાયાત્રા વાઘપર િસ્થત ગાયત્રી મંદિરેથી પ્રસ્થાન થઈ નવલખી રોડ િસ્થત પરશુરામ ધામ ખાતે પહાેંચી હતી. જયાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થયું હતું.

ટંકારામાં ભગવાન પરશુરામજીનો જન્મોત્સવની ઉજવણીઃઆકરો તાપ, જળ બચાવવા શોભાયાત્રા રદ
ટંકારામાં ભગવાન વિષ્ણુના છઠા અવતાર ગણાતા અને બ્રાûણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની જન્મજયંતી ઉજવવા બ્રûસમાજમાં ભારે થનગનાટ જોવા મળે છે. આ પ્રસંગે મહાઆરતી, પરશુરામ પૂજન, રાજભોગ સહિતના પ્રસંગો પરંપરા મુજબ યોજાયો હતો.
ટંકારા બ્રûસમાજ સંસ્થાની મહાદેવ સેના દ્વારા બ્રાûણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની જન્મ જયંતી દર વર્ષની જેમ પરંપરાગત ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની સમાજની મળેલી કારોબારીમાં નક્કી થયા મુજબ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર મનાતા અને બ્રાûણોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામજીની જન્મ જયંતી ઉજવણી ઉપપ્રમુખ શશીકાંતભાઈ આચાર્યના વડપણ હેઠળ ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. ધામિર્ક કાર્યક્રમ માટે સંસ્થાના યુવકો જય દેવ, યોગેશ રાવલ, મનિષ ત્રિવેદી, કૌશિક ત્રિવેદી, કિશોરભાઈ પંડયા સહિતનાઆે જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમમાં દર વર્ષની પરંપરા પ્રમાણે સાંજે પાંચ વાગ્યે મહાઆરતી, પરશુરામ પુજન, દિપમાળા, રાજભોગ સહિતના ધામિર્ક કાર્યક્રમો બાદ સમુહ પ્રસાદ ગ્રહણ કરાશે.

ઉનાળાના આકરા તાપથી સમાજના જન આરોગ્યની તકેદારી ઉપરાંત, બ્રûસમાજ દરેક સમાજ વર્ગનું હિત જોનારો સમાજ હોય, ગામડામાં પાણીની કટોકટી હોઈ ત્યારે શોભાયાત્રા યોજી પાણી વેડફવુ અસ્થાને છે. તેથી શોભાયાત્રા રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉનાળામાં આવતો ધામિર્ક પ્રસંગ સમગ્ર સમાજનું હિત જોઈને ઉજવવાનું નક્કી કરવામાં આવતા વિપ્રસમાજની સરાહના થઈ રહી છે.

Comments

comments

VOTING POLL