જલિયાવાલા બાગ દુર્ઘટનાને અફસોસજનક ગણાવતા બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે

April 11, 2019 at 10:54 am


જલિયાવાલા બાગ હત્યાકાંડના ૧૦૦ વર્ષ બાદ બ્રિટને અફસોસ વ્યકત કર્યેા બ્રિટિશ વડાપ્રધાન થેરેસામેએ તેને તત્કાલીન બ્રિટિશ શાસન માટે શરમજજનક ધબ્બો ગણાવ્યો હતો. થેરેસા મેનાંઆ નિવેદન એવા સમયે આવ્યું છે યારે ૧૩ એપ્રીલને જલિયાવાલા બાગ હત્યાકાંડના ૧૦૦ વર્ષ પુર્ણ થવા જઇ રહ્યા છે. ત્યારે ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અને બ્રિટને આ અંગે માફી માંગવી જોઇએ તે માંગ પ્રબળ થઇ રહી છે.
થેરેસાએ એક નિવેદન બહાર પાડીને આ હત્યાકાંડ અંગે અફસોસ વ્યકત કર્યેા છે. તેમણે કહ્યું કે, જે થયું અને જે ત્રાસ સહન કરવો પડો તે અંગે અમને અફસોસ છે. તેમણે આગળ કહ્યું કે, ૧૯૧૯ની જલિયાવાલા બાગ દુર્ઘટના બ્રિટિશ ભારતીય ઇતિહાસ માટે શરમજનક પાસુ છે. જેવું કે મહારાણી એલિઝાબેથ દ્રિતિયએ ૧૯૯૭માં જલિયાવાલા બાગ પહેલા કહ્યું હતું કે, તે ભારત સાથેના અમારા ઇતિહાસનું એક ખુબ જ દુખદ ઉદાહણ છે.
બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી લેબર પાર્ટીએ થેરેસા મે પાસે માંગ કરી છે કે તેઓ ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન થયેલી આ ઘટના માટે માફી માંગે. લેબર પાર્ટીનાં નેતા જેરેમી કાર્બિને કહ્યું કે, સરકારે આ અંગે પુર્ણ સ્પષ્ટ્ર રીતે માફી માંગવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છેકે આ અગાઉ ૨૦૧૩માં તત્કાલીન વડાપ્રધાન ડેવીડ કેમરોન પણ ભારતની મુલાકાત સમયે આ દુર્ઘટનાને ખુબ જ શરમજનક ગણાવી હતી. જો કે તેમણે પણ થેરેસા મે પાસે આ પ્રકારની ઘટનાની માફી માંગી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે, એક દિવસ પહેલા જ મંગળવારે ઔપચારિક માફી માંગવા મુદ્દે બ્રિટિશ સરકારે આ અંગે વિચાર કરવા માટે આર્થિક મુશ્કેલીઓનાં તથ્યો પર ધ્યાન આપવા અંગે પણ જણાવ્યું હતું. બ્રિટિશ વિદેશ મંત્રી માર્ક ફિલ્ડે ઘટના પર હાઉસ ઓફ કોમન્સ પરિસરના વેસ્ટમિંસ્ટર હોલમાં આયોજીત ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, આપણે તે વાતોની એક સીમા રેખા બનાવવી પડશે જે ઇતિહાસનો શરમજનક હિસ્સો હોય.
૧૩ એપ્રીલ ૧૯૧૯ના રોજ અમૃતસરનાં સુવર્ણ મંદિરની નજીક આવેલા જલિયાવાલા બાગમાં આ દુર્ઘટના બની હતી. લોકો શાંતિપુર્ણ રીતે રોલેક એકટનો વિરોધ કરી રહ્યા હતા. જેના પર અંગ્રેજી અધિકારી જનરલ ડાયરે ગોલિળો ચલાવડાવી હતી. આ હત્યાકાંડમાં ૪૦૦થી વધારે નિર્દેાષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ૨૦૦૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને કારણ સ્વતંત્રતા સંગ્રામ પર અસર થઇ હતી. આ ઘટનાથી જ ભારતમાં બ્રિટિશ શાસનના અંતની શઆત બની હતી

Comments

comments