જલ્સા કરો: ખાનગી એડના શૂટિંગ માટે શિમલા આવેલા ધોનીનો ખર્ચ હિમાચલ સરકાર ઉઠાવશે !

August 28, 2018 at 11:06 am


ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઉપર હિમાચલ પ્રદેશ સરકાર જાણે કે મહેરબાન થઈ ગઈ હોય તેવી રીતે ખાનગી એડના શૂટિંગ માટે શિમલા આવેલા ધોનીને ‘સ્ટેટ ગેસ્ટ’નો દરજ્જો આપી સરકારે તેનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. પાંચ દિવસ સુધી ધોની અને તેની પત્ની સાક્ષી શિમલામાં રોકાણ કરશે અને આ દરમિયાન તેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. આ જાહેરાત બાદ મોટો વિવાદ શ થઈ જતાં સરકારે એવો બચાવ કર્યો હતો કે ધોની એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હોય તેને માત્ર સુરક્ષા જ પૂરી પાડવામાં આવશે.
જો કે સરકાર દ્વારા જે પણ વ્યક્તિને ‘સ્ટેટ ગેસ્ટ’નો દરજ્જો આપવામાં આવે તેમાં સુરક્ષા ઉપરાંત તેના રહેવા-જમવા સહિતનો ખર્ચ સરકાર જ ઉઠાવતી હોય છે ત્યારે પ્રશ્ર્ન એ થાય કે માત્ર સુરક્ષા જ પૂરી પાડવાની હતી તો ‘સ્ટેટ ગેસ્ટ’નો દરજ્જો આપવાનું શું જરિયાત ઉભી થઈ ?
ધોની પાંચ દિવસ સુધી શિમલામાં રોકાણ કરી એક ખાનગી કંપ્નીની જાહેરાતનું શૂટિંગ કરશે.
ભાજપ્ના કેબિનેટ મંત્રી વિપીન પરમારે આ અંગે જણાવ્યું કે ધોની એક ખ્યાતિપ્રાપ્ત ક્રિકેટર છે અને તેને સુરક્ષા પૂરી પાડવી હિમાચલ સરકારની ફરજ છે અને અમે ધોનીનું સ્વાગત કરીએ છીએ.
જ્યારે કોંગ્રેસના નેતા સુખવિંદરસિંહ સુક્ખુએ કહ્યું કે ધોનીને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો આપવાથી અન્ય ખેલાડીઓ સાથે અન્યાય થયો ગણાશે કેમ કે ધોની અહીં કોઈ સમાજસેવાનું કામ કરવા નથી આવ્યો બલ્કે ખાનગી કંપ્નીની એડનું શૂટિંગ કરવા આવ્યો છે અને તેનાથી થનારી કમાણી પોતાની પાસે જ રાખવાનો છે તેથી તેને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો આપવો યોગ્ય નથી.

Comments

comments

VOTING POLL