જળવાયુ પરિવર્તન ભોજનમાંથી 20 ટકા પ્રાેટીન ગાયબ કરી દેશે

July 19, 2019 at 11:10 am


જળવાયુ પરિવર્તનને કારણે 30 વર્ષ બાદ ભોજનમાં ત્રણ મહત્ત્વના પોષક તત્ત્વો પ્રાેટીન, આયરન અને જિંકની કમી ઉભી થાય તેવી સંભાવના છે.
એક તાજા અભ્યાસ અનુસાર 2050માં વિશ્વમાં પ્રાેટીનની પ્રતિ વ્યિક્ત સંભવિત ઉપલબ્ધતા 19.5, આયર્નની 14.4 ટકા અને જિંકની 14.6 ટકા ઘટ આવશે. લાસેન્ટ પ્લેનેટ હેલ્થના અહેવાલમાં આ ખુલાસો થયો છે. અભ્યાસમાં વધુ કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનથી તાપમાનમાં 1.7 ડિગ્રી સુધી સંભવિત વધારાને ધ્યાનમાં રાખી પોષક તત્ત્વો ઉપર પ્રભાવનું આકલન કરવામાં આવ્યું છે. તેમાં બે કારણોના આધાર ઉપરપરિણામ નીકળ્યું છે. એક કુલ ઉત્પાદન ઉપર અસર અને બીજા પોષક તત્ત્વોની માત્રામાં કમીનો પ્રભાવ મુખ્ય છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે 2010માં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વાયુના પ્રતિ દસ લાખ હિસ્સામાં 400 હતી જ્યારે 2050માં તે વધીને 541 થઈ જશે જેની સીધી અસર વનસ્પતિઆેથી પ્રાપ્ત થનારા પોષક તત્ત્વો ઉપર પડશે. કુલ આઠ પાક ઘઉં, ધાન, મકાઈ, વટાણા, શલઝમ, સોયાબીન, બટેટા અને જવના આંકડા શોધમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ પાક આખી દુનિયામાં ઉપયોગમાં લેવાય છે. શોધમાં કહેવાયું છે કે બે ડિગ્રી સુધીના તાપમાન વધારાની સ્થિતિમાં ત્રણેય પોષક તત્ત્વોની સંભવિત ઉપલબ્ધતા ઉપર અસર પડશે.
2050માં જેટલી ઉપલબ્ધતાના આકલન કરવામાં આવી રહ્યા હતા તેમાં કમી આવશે જેમાં પ્રાેટીનમાં 19.5 ટકા, આયરનમાં 14.4 ટકા અને જિંકમાં 14.6 ટકા પ્રતિ વ્યિક્ત ઘટાડાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જો આ ઘટાડાને માત્રાની દૃિષ્ટથી જોવામાં આવે તો પ્રતિ વ્યિક્ત પ્રતિદિવસ પ્રાેટીનની કમી 3.11 મિલીગ્રામ, આયરન 0.64 મીલીગ્રામ અને જિંક 0.37 મીલીગ્રામ ઘટી જશે.

Comments

comments

VOTING POLL