જસદણના વાજસુરપરા ગામે બિમારીથી કંટાળી કોળી પ્રાૈઢનો ઝેર પી આપઘાત

July 18, 2019 at 11:29 am


જસદણના વાજસુરપરા ગામે કોળી પ્રાૈઢે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી બિમાર રહેતા પ્રાૈઢને ચાર માસ પહેલા હૃદયરોગનો હુમલો પણ આવ્યો હોય તેથી કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જસદણના વાજસુરપરા ગામે રહેતા રમેશભાઈ ધનજીભાઈ સોલંકી ઉ.વ.55 નામના કોળી પ્રાૈઢ તેના ઘેર હતા ત્યારે ઝેરી દવા પી જતાં તેને વધુ સારવાર માટે અહીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમ્યાન મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમીક તપાસ કરતા નિવૃત્ત જીવન જીવતા રમેશભાઈને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું તેમજ છેલ્લા કેટલાક સમયથી બિમાર રહેતા હોય આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.

Comments

comments

VOTING POLL