જસદણની ચૂંટણીમાં બાવળિયાએ 1,15,200 અને અવસર નાકિયાએ 1.08 લાખ વાપર્યા

December 7, 2018 at 4:06 pm


ધારાસભ્યની જસદણ બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકિય પક્ષોએ ખર્ચના હિસાબો દર સપ્તાહે રજૂ કરવાના હોય છે. પ્રથમ સપ્તાહની મળેલી આંકડાકિય માહિતી મુજબ ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાએ રૂા.1,15,200 અને કાેંગ્રેસના ઉમેદવાર અવસરભાઈ નાકિયાએ રૂા.1,08,000નો ખર્ચ કર્યો છે.

ભાજપ દ્વારા પાર્ટી લેવલે રૂા.6,54,146 ખર્ચ કર્યો છે જયારે કાેંગ્રેસે પાર્ટી લેવલે કરેલા ખર્ચના હિસાબો રજૂ કર્યા નથી. ચૂંટણીના નોડેલ આેફિસર અને જિલ્લા વિકાસ અધિકારી અનિલભાઈ રાણાવસીયાએ ગઈકાલે જસદણ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઆે સાથે મિટિંગ યોજી ખર્ચ રજીસ્ટ્રર કેમ નિભાવવા તેની સમજ આપી હતી. ઉમેદવારો અને રાજકિય પક્ષોએ હવે આગામી તા.11,14 અને તા.18ના હિસાબો રજૂ કરવાના રહેશે. ખર્ચના વિગતોનું ક્રાેસ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે.

Comments

comments