જસદણની ચૂંટણી સંદર્ભે 17 જાહેરનામા પ્રસિધ્ધ કરતાં કલેકટર

December 6, 2018 at 3:47 pm


રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ વિધાનસભાની જસદણ બેઠકની પેટાચૂંટણી સંદર્ભે અલગ-અલગ 17 જાહેરનામા પ્રસિધ્ધ કર્યા છે. કોઈપણ જાતના વિક્ષેપ વપર ચૂંટણી યોજી શકાય, કાયદો-વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે, મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 હેઠળ આ જાહેરનામાઆે પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આ જાહેરનામા મુજબ મતદાન મથકો તથા આસપાસના 100 મીટર વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યિક્તઆે એકત્રીત થશે નહી કે મતદાન મથકમાં પ્રવેશી શકશે નહી કે 100 મીટર ત્રિજિયામાં વાહન લઈ જઈ શકશે નહી.

ઉમેદવાર કે ચૂંટણી એજન્ટ કે અન્ય કોઈપણ વ્યિક્તએ મતદાન મથકના આસપાસના 200 મીટર વિસ્તારમાં ચૂંટણીબૂથ ઉભા ન કરવા બાબત.

મતદાન મથક અને આસપાસના 100 મીટર વિસ્તારમાં મોબાઈલ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવા બાબત.

મતદાન મથકોએ એક લાઈનમાં ઉભા રહેવું અને સ્ત્રીઆેમાટે જુદી લાઈન બનાવવી તેમજ મત આપ્યા પછી મતદાન મથક તથા તે વિસ્તારમાંથી ચાલ્યા જવું.

મત ગણતરી સ્થળની અંદર તથા મત ગણતરી સ્થળના કમ્પાઉન્ડમાં મોબાઈલ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકણો લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવા તથા વાહન સાથે પ્રવેશી શકશે નહી તેમજ મત ગણતરી કેન્દ્રમાં સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ પ્રવેશ પાસ સિવાય પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવા બાબત.

મતદાન પુરું થવાના 48 કલાક પહેલાં ચૂંટણી સંબંધી જાહેરસભા બોલાવવા પર પ્રતિબંધ ફરમાવવા તેમજ મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દૃિષ્ટએ જાહેરમાં ગીત-સંગીતના જલસા, મનોરંજક કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ ફરમાવવા બાબત.

ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન રાજકોટ જિલ્લામાં આવેલ બહારના રાજકીય પદાધિકારીઆે, ચૂંટણી પ્રચારકો, પક્ષના કાર્યકરો કે જેઆે તે મતદાર વિભાગના ન હોય તેઆેએ ચૂંટણી પ્રચારના અંત બાદ જે તે વિધાનસભા મતદાર વિભાગ છોડી જતા રહેવા બાબત.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-135 (સી) મુજબ દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હોય મતદાન પુરું થવાના 48 કલાક પહેલાંથી મતદાન પુરું થવા સુધીનો સમયગાળો અને મત ગણતરીનો દિવસ ‘ડ્રાય ડે’ જાહેર કરવા બાબત.

Comments

comments

VOTING POLL