જસદણની પેટા ચૂંટણી માટે કલેકટરની હાજરીમાં સ્ટાફનું રેન્ડમાઈઝેશન કરાયું

December 7, 2018 at 3:33 pm


આગામી તા.20ના યોજાનારી વિધાનસભાની જસદણ બેઠકની પેટા ચૂંટણી માટે સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઈઝેશન આજે સવારે ચૂંટણીના આેબ્ઝર્વર અને જિલ્લા કલેકટર સહિતના ટોચના અધિકારીઆેની હાજરીમાં યોજાયું હતું.
કુલ 2.32 લાખ મતદારો ધરાવતા જસદણ બેઠકમાં 252 મતદાન મથકો છે. આજે 10 ટકા વધુ સ્ટાફનું રેન્ડમાઈઝેશન કરાયું હતું. પોલિંગ આેફિસરો, ફસ્ટ પોલિંગ આેફિસરો, પ્રિસાઈન્ડિંગ આેફિસરો અને મહિલા કર્મચારીઆે મળી એકાદ હજારથી વધુ સ્ટાફનું આજે રેન્ડમાઈઝેશન કરાયા બાદ આ તમામને તા.19ના પોલિંગ સ્ટેશનો ફાળવી દેવાશે.
જસદણની ચૂંટણી માટે ગાેંડલ અને જેતપુરના સ્ટાફની પસંદગી કરવામાં આવી છે. આ તમામને પ્રથમ તબક્કાની તાલિમ આપી દેવાઈ છે અને બીજા તબક્કાની તાલિમમાં ગાેંડલના કર્મચારીઆેને તા.8નાં રોજ અને જેતપુરના કર્મચારીઆેને તા.9નાં રોજ અપાશે.

Comments

comments

VOTING POLL