જસદણમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટઃ રાજકીય પક્ષોની મિટિંગ બોલાવતા કલેકટર-ડીડીઆે

December 6, 2018 at 3:46 pm


ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની પેટાચૂંટણીમાં આજે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લાે દિવસ હતો. બપોરના 3 વાગ્યા સુધી ફોર્મ પાછા ખેંચવાનો સમય હતો અને ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાજપના કુંવરજીભાઈ બાવળિયા અને કાેંગ્રેસના અવસરભાઈ નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે પરંતુ અન્ય રાજકીય પક્ષો અને અપક્ષો સહિત એક ડઝન ઉમેદવારો મેદાનમાં હોવાથી અપક્ષો કોને નડશે અને કોને ફળશે ? તેવા સવાલો પૂછાઈ રહ્યા છે.

ફોર્મ પાછા ખેંચવાની મુદત પુરી થવાની હોવાથી આજે જિલ્લા ચૂંટણી અધિકારી (કલેકટર) ડો.રાહુલ ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા આજે જસદણ પહાેંચ્યા હતા અને બપોરે ભાજપ-કાેંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઆે સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મિટિંગમાં ચૂંટણી નિરીક્ષક તરીકે નિમાયેલા દિલ્હીના પ્રતિનિધિ અને ખર્ચના આેબ્ઝર્વરો હાજર રહ્યા હતા.

2.32 લાખ મતદારો ધરાવતાં જસદણ મત વિસ્તારમાં કુલ 262 મતદાન મથકો છે અને 1100 જેટલા ચૂંટણી સ્ટાફની જરૂર પડશે. રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી આ કામ માટે ગાેંડલ અને જેતપુરના સરકારી કર્મચારીઆે-અધિકારીઆેને ચૂંટણી કામગીરી માટેના આેર્ડર કરી દેવાયા છે. ચૂંટણી ફરજ કેમ બજાવવી ં તેની એક તાલીમ અગાઉ આપી દેવામાં આવી છે અને બીજી તાલીમ આગામી તા.8ના રોજ ગાેંડલ અને જેતપુરમાં યોજવામાં આવશે.

તા.20ના રોજ મતદાન અને તા.23ના મત ગણતરી હાથ ધરવામાં આવશે. પેટાચૂંટણી હોવા છતાં ભાજપ અને કાેંગ્રેસ દ્વારા તે જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું છે. જસદણ અને વીછિયા તાલુકાના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપરાંત ધારાસભ્યો, સંસદસભ્યો, બોર્ડ નિગમના ચેરમેનો, સંગઠન માળખાના પ્રદેશ કક્ષાના આગેવાનોથી જસદણ ઉભરાઈ રહ્યું છે અને જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જશે તેમ તેમ પ્રચાર પરાકાષ્ટાએ પહાેંચશે. સોમવારથી ઉમેદવારો અને પક્ષોના ચૂંટણી કાર્યાલયો ધમધમતા થશે અને તેના કારણે ચૂંટણીનું વાતાવરણ વધુ ગરમાશે.

Comments

comments

VOTING POLL