જસદણમાં થયેલ આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયોઃ રૂા.13.66 લાખના મુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા

August 25, 2018 at 11:48 am


જસદણમાં ગઈ તા.2-8ના રોજ મહેન્દ્ર અરવિંદ આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી ફોરવ્હીલ કારમાં આવેલા પાંચ શખસોએ રોકડા રૂા.2.70 લાખ અને જુદી જુદી સાઈઝના હીરાના પાર્સલ કિં.રૂા.9.66 લાખની મત્તા લૂંટી નાસી ગયાની ફરિયાદ જસદણ પોલીસમાં નાેંધાયા બાદ સ્થાનિક પોલીસની સાથે સાથે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે લૂંટારુઆેને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી તે દરમિયાન એલસીબીની ટીમને સફળતા મળી હતી. પાંચ આરોપીઆેને રૂા.13.66 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

આ અંગેની વિગતો મુજબ જસદણમાં આવેલ મહેન્દ્ર અરવિંદ આંગડિયા પેઢીના કર્મચારી અમિતકુમાર હરેશભાઈ નાયક તથા તેની સાથે વસંત ઉર્ફે રઘુ ચંદન પટેલ નામના બન્ને કર્મચારીઆે ગઈ તા.2-8ના રૂા.12.30 લાખની મત્તા લઈ બાઈક પર નીકળ્યા હતા તે દરમિયાન જસદણથી આટકોટ તરફ જતાં રોડ ઉપર ધ્રુવ જીમ પાસે રાત્રીના 8 વાગ્યાના સમયે પાછળથી એક સફેદ કલરની ફોર વ્હીલર કારના ચાલકે ટકકર મારી બન્નેને પછાડી દઈ રૂા.12.30 લાખની મત્તાની લૂંટ કરી નાસી ગયાની ફરિયાદ જસદણ પોલીસમાં નાેંધાઈ હતી.

બનાવના પગલે પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચનાથી મળતા સત્વરે ગુનાનો ભેદ ઉકેલવા એલસીબીની ટીમના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ અને રહીમભાઈને મળેલી ચોકકસ બાતમીના આધારે દિલીપ ઉર્ફે દિલો રાઘવ સોલંકી (રહે.સોમલપર), વનરાજ ઉર્ફે વનરુ ભૂપત મોરી (રહે.સોમલપર), વિપુલ ઉર્ફે શેઠ ઉર્ફે દીપો ભના શીયાળ, નરેશ ઉર્ફે મંગો માવજી સોલંકી, ભના કડવા શીયાળ સહિત પાંચ શખસોની પોલીસે ધરપકડ કરી રોકડા રૂા.2.70 લાખ અને હિરાના પેકેટ નંગ-33 કિ.રૂા.9.60 લાખમાંથી રૂા.13.66 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવહી હાથ ધરી છે.

Comments

comments