જસદણ અને વીછિયામાંથી જુગાર રમતાં 13 શખસો ઝડપાયા

July 18, 2019 at 11:04 am


જસદણ અને વીછિયામાં પોલીસે જુગાર પર દરોડો પાડી 13 શખસોને રૂા.28 હજારની રોકડ સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતા.
જસદણના બાપા સીતારામના આેટા પાસે દેવપરા ગામમાં જુગાર રમતાં ધનજી ભીખા હાંડા, ભરત લાખાભાઈ સાકરિયા, બચુ ટપુભાઈ સદાદિયા, અશોક રાઘવજીભાઈ સાકરિયા, ભૂપત નરશી ખચીયા, દેવા કુરજીભાઈ જતાપરા, ધીરૂભાઈ ઉકાભાઈ જતાપરાને રૂા.17,280ની રોકડ સાથે જ્યારે વીછિયાના સમઢિયાળા રોડ પર પીગલાધાર પાસેથી જુગાર રમતાં મનુ ભીખા સંધાડ, હરદેવ ખીમા મોરી, રાજુ વિહા રાઠોડ, વિરુ દેવજી અબિયાણી, નાગજી પાના ગોહિલ અને નાગજી બોઘા મકવાણાની ધરપકડ કરી રૂા.10,450ની રોકડ કબજે કરી હતી.
જ્યારે પાટણવાવના મોટીમારડ ગામેથી પોલીસે વરલીના આંકડા લેતાં વિનોદ નરશી સાપરિયા અને ચીમન નરશી સાપરિયાને રૂા.10,260ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

Comments

comments

VOTING POLL