જસ્ટિન બીબર પછી હજુ એક પોપ સિંગર આવશે ભારત

February 15, 2018 at 4:05 pm


કોઇપણ ખબરની ઘોષણા કરવા માટે ફિલ્મી સિતારાઆે માટે ટિંટર મહત્વનું માધ્યમ બની ચૂક્યું છે. તે પછી કોઇ ફિલ્મના પોસ્ટર રિલીઝ કરવાની વાત હોય, ડેબ્યૂ અંગેની કોઇ ઘોષણા હોય કે તહેવારોની શુભેચ્છાઆે હોય! કલાકારો ટિંટરના માધ્યમથી તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. જસ્ટિન બીબર પછી આંતરરાષ્ટ્રીય પોપ સિંગર આેમી પણ ભારતમાં પર્ફોમ કરવા આવી રહ્યાે છે. આેમીએ ટિંટ કર્યું હતું કે નમસ્તે ઇંડિયા, હું ભારત આવી રહ્યાે છું. મને બેહદ ખુશી થાય છે કે વિવિધતાભર્યા દેશે મને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. મને આખા ભારત દેશના દર્શન કરવા છે તેથી હું ખૂબ ઉત્સુક છું. સૌથી પહેલા તો ત્યાંની અલગ અલગ જગ્યાની વખણાતી વાનગીઆેને ટેસ્ટ કરવી છે અને સ્થાનિય સંગીતકારોની મુલાકાત લેવી છે.

Comments

comments

VOTING POLL