જાખર ગામમાં સગા ભાઇને કુહાડી ઝીકી હત્યાની કોશિષ

May 26, 2018 at 11:14 am


લાલપુરના જાખર ગામમાં રસ્તાના જુના મનદુઃખના કારણે ભાઇઆે વચ્ચે કોઇ વ્યવહાર ન હોય દરમ્યાનમાં ગઢવી યુવાન પર કુહાડી વડે હુમલો કરીને જીવલેણ ઇજા પહાેંચાડયાની ભાઇ સામે ફરીયાદ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે, ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.

લાલપુર તાલુકાના જાખર ગામમાં રહેતા ખીમાભાઇ માણસુરભાઇ સાંગાણી (ઉ.વ.40) નામના ગઢવી યુવાન તથા આરોપી બંને સગા ભાઇઆે થતા હોય અને રસ્તાના જુના મનદુઃખના કારણે બોલવા ચાલવાનો અને આવવા જવાનો વ્યવહાર ન હોય દરમ્યાનમાં તા. 25ના રાત્રીના ખીમાભાઇ કુતરા તગડતા આરોપીના ફળીયામાં પાઇપ સાથે જતા આેસરીમાંથી કુહાડો લઇને આજે તને છોડવો જ નથી મારી નાખવો છે તેમ કહી આરોપીએ કુહાડીના ઘા માથાના ભાગે ઝીકીને કપાળના ભાગે જીવલેણ ઇજા કરી તેમજ ખભામાં એક ઘા ઝીકીને ઇજા પહાેંચાડી હતી. ખીમાભાઇ દ્વારા જાખર ગામમાં રહેતા ભારાભાઇ માણસુરભાઇ સાંગાણીની વિરુધ્ધ આઇપીસી કલમ 307 તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નાેંધાવી હતી જેની તપાસ મેઘપરના પીએસઆઇ વાઢેર ચલાવી રહયા છે.

Comments

comments

VOTING POLL